કલેકટરના અધ્યક્ષ સ્થાને દાહોદ જીલ્લાની માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓના આચાર્યઓ સાથે રીવ્યુ બેઠક યોજાઈ.

દાહોદમાં અવંતિકા રિસોર્ટ, જાલત ખાતે કલેકટર યોગેશ નિરગુડેના અધ્યક્ષ સ્થાને આવનારા સમયમાં SSC/HSCફેબ્રુઆરી-માર્ચ 2026 ની પરીક્ષાને ધ્યાને લઈ જીલ્લા શિક્ષણાધિકારીની કચેરી દ્વારા માર્ગદર્શન અને રીવ્યુ બેઠક યોજવામાં આવી હતી. જે દરમ્યાન જીલ્લા વિકાસ અધિકારી સ્મિત લોઢા પણ ઉપસ્થિત રહ્યા હતા.

આ દરમ્યાન જીલ્લા શિક્ષણાધિકારી એસ.એલ.દામાએ ઉપસ્થિત સૌ આચાર્યઓને PPT“ના માધ્યમથી ગેરરીતિ શૂન્ય પરીક્ષા અને 100% પરિણામના ધ્યેય સાથે તમામ શાળાઓ આગળ વધે તે અંગે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું.

જીલ્લા વિકાસ અધિકારીએ વિદ્યાર્થીઓના શિક્ષણના મહત્વના પહલુંઓ પર ચર્ચા કરી હતી. ત્યારબાદ દાહોદ કલેકટરએ પોતાની આગવી શૈલીમાં વિદ્યાર્થીઓને કેવી રીતે શિક્ષણ પ્રત્યે રસ દાખવી શિક્ષણમાં સફળતા તરફ આગળ વધારવા તેમજ પરીક્ષાના હાઉ ને દૂર કરી સફળતા તરફ દોરી શકાય તે બાબતે માર્ગદર્શિત કર્યા હતા.