કાલોલ કસ્બા વિસ્તારમાં ગત સાત તારીખે સગાઈ તોડી લગ્ન કરી લેનાર પરણિતાને ધાક ધમકીઓ આપી છૂટાછેડા કરાવી દેવાની અને હાથ પકડી છેડતી કરનાર તુફેલખાન ઈકબાલખાન પઠાણ અને તેનો સાગરીત મોઈનભાઈ રફિકભાઈ બેલીમ ઉપર ફરિયાદ દાખલ થયા બાદ બન્ને ની કાલોલ પોલીસે ગત ગુવારે અટકાયત કરી શુક્રવારે કાલોલ કોર્ટ સમક્ષ રજૂ કર્યા હતા. જ્યાં તેઓની જામીન અરજી નામંજૂર કરી જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપ્યા હતા, જ્યાંથી તેઓએ કાયમી જામીન મેળવવા હાલોલના એડી. સેશન્સ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. જ્યાં બન્ને પક્ષોની દલીલો સાંભળી ૩ જા એડી સેશન્સ જજ દ્વારા બન્ને આરોપીઓની જામીન અરજી નામંજૂર કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, છેડતીની ફરીયાદ થયા બાદ પણ આ બન્ને આરોપીઓ અને તેમના સગા સંબંધીઓ દ્વારા ફરિયાદ પક્ષ સાથે ઝઘડો તકરાર કરી મારામારી કરી પથ્થર મારો કરેલ જેની સામસામે ફરિયાદો પણ થવા પામી છે.