ઝાલોદ સબજેલ ખાતે વિશ્ર્વ એઇડ્સ દિવસ અંતર્ગત HIV/AIDS જાગૃતિ કાર્યક્રમ યોજાયો

DTHOડો. આર.ડી. પહાડીયા તથા સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ઝાલોદની ટીમ દ્વારા કેદીઓને જાગૃતિ અને ટેસ્ટિંગનું માર્ગદર્શન.

1 ડિસેમ્બરના વિશ્ર્વ એઇડ્સ દિવસ નિમિત્તે સમગ્ર સપ્તાહ દરમિયાન આરોગ્ય વિભાગ દ્વારા વિવિધ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. આ પરંપરાના ભાગરૂપે આજે તા. 02/12/2025ના રોજ ઝાલોદ સબજેલ ખાતેHIV/AIDS સંબંધિત જાગૃતિ ફેલાવવા માટે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમ DTHOઆર.ડી. પહાડીયા, દિશા ડાપકુના માર્ગદર્શન હેઠળ તેમજ સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ઝાલોદના અધિક્ષક ડો. પ્રતિમા મહેતાની આગેવાનીમાં સફળતાપૂર્વક યોજાયો હતો. કાર્યક્રમમાં સબજેલ ઝાલોદના જેલર સંજય પટેલ ે વિશેષ સહયોગ આપ્યો હતો.

કાર્યક્રમ દરમ્યાનSTI કાઉન્સેલર અનિલ ભુરીઆICTC કાઉન્સેલર જયેશ મેડા તથા લેબટેક પ્રકાશ ડામોર દ્વારા HIV/AIDS અંગે વિગતવાર માર્ગદર્શન આપવામાં આવ્યું. જેમાં સંક્રમણના માર્ગો, બચાવના ઉપાયો, સમયસર ટેસ્ટિંગનું મહત્વ અને રોગ અંગેના ભ્રમો દૂર કરવા માહિતી આપવામાં આવી.

સાથેસાથે જેલમાં રહેલા કેદીઓનાHIVટેસ્ટિંગ પણ કરવામાં આવ્યા હતા. જેથી કેદીઓને યોગ્ય આરોગ્ય સુરક્ષા ઉપલબ્ધ થાય. આ કાર્યક્રમમાં વિહાન પ્રોજેક્ટ તરફથી મિતુલ ભાભોરે પણ સક્રિય સહભાગીતા દર્શાવી હતી.

આ જાગૃતિ કાર્યક્રમથી કેદીઓમાં HIV/AIDS અંગે સચોટ જાણકારી, સ્વાસ્થ્યપ્રતિ જરૂરિયાતો અંગે સમજણ અને આરોગ્ય વિષયક જવાબદારી વિકસાવવામાં મદદ મળી હતી.