
શહેરાના બોરીયા ગામ પાસેથી વન વિભાગ એ ગેરકાયદે લાકડા ભરેલી ટ્રક ઝડપી પાડી હતી. લાકડા અને ટ્રક મળીને 4,25લાખનો મુદ્દામાલ કબજે લઈને તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા.
શહેરા તાલુકા પંથકમાં શિયાળાની શરૂઆત થી વન વિભાગે ગેરકાયદે લાકડાની હેરાફેરી થતી અટકાવવા માટે આર.એફ.ઓ રોહિત પટેલ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. જ્યારે તાલુકાના બોરીયા ગામ પાસેથી બે નંબર લાકડા ભરેલી ગાડી પસાર થવાની માહિતી વિભાગને મળતા વન વિભાગમાં ફરજ બજાવતા બી.બી.ગોહિલ, એ.જી. પણદા, અભેસિંગભાઈ ધામોત અને બાબુભાઈ પરમાર સહિતનો સ્ટાફ એ વોચ ગોઠવી હતી તે દરમ્યાન લીલા તાજા પંચરાઉ લાકડા ભરેલી ટ્રક નંબર GJ-06-VV-8581આવતા તેને ઉભી રખાવીને ચાલક પાસે નિયમુજબના કાગળો માંગતા મળી ન આવ્યા હોવાથી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. વન વિભાગે લાકડા અને ટ્રક મળીને 4. 25લાખનો મુદ્દામાલ કબજે લઈને તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. જોકે, શિયાળામાં લાકડાના ભાવ વધુ મળતા હોવાથી વૃક્ષો નું નિકંદન થતું હોય ત્યારે વન વિભાગ દ્વારા ગેરકાયદે લાકડાની હેરાફેરી થતી અટકે તે માટે કડક કાર્યવાહી કરવામાં આવતા લાકડા ચોરોમાં છુપો ફફડાટ ફેલાઈ જવા પામ્યો હોય એમ કહીએ તો નવાઈ નહી..