
ગેસ એજન્સીઓ દ્વારા વિતરણ સુવ્યવસ્થિત રીતે થાય અને કોઈપણ સ્થળે અછત ઉભી ન થાય તે સુનિશ્ર્વિત કરવા અપાઈ સુચના.
મધ્ય પૂર્વ ક્ષેત્રમાં બદલાતી પરિસ્થિતિને કારણે રાજ્યમાં ઘરેલું જરૂરીયાત માટેનો પૂરતો એલ.પી.જી.નો જથ્થો ઉપલબ્ધ કરાવવા બાબતે કલેકટર યોગેશ નિરગુડેની અઘ્યક્ષતામાં તમામ સેલ્સ ઓફિસરઓની બેઠક બોલાવવામાં આવી.
રાજ્યમાં ઘરેલું જરૂરીયાત માટેના એલ.પી.જી નો પુરતો પુરવઠો દરેક સ્થળે મળી રહે તે માટે તકેદારીના ભાગરૂપે કેન્દ્ર સરકારના સૂચન હેઠળ જાહેર ક્ષેત્રની ઓઈલ માર્કેટીંગ કંપનીઓ દ્વારા એક જ ગ્રાહક દ્વારા બે એલ.પી.જી સિલિન્ડ રના બુકીંગ વચ્ચે ૨૫ દિવસનો સમયગાળો રાખવા નિર્ણય લેવામાં આવેલ છે.
એલ.પી.જી. નો અનાધિકૃત સંગ્રહ, કાળાબજારી, નિયત ઉપયોગ સિવાય અન્ય ઉપયોગ તથા નિયત કરેલ કીંમત કરતા વધુ ભાવ વસૂલવો એ આવશ્યક ચીજવસ્તુ અધિનિયમ-૧૯૫૫ તથા એલ.પી.જી કંટ્રોલ ઓડર-૨૦૦૦ મુજબ કાયદાકીય રીતે ગુનો બને છે તથા આવી પ્રવૃતિ કરનાર સામે રાજ્ય સરકારના સક્ષમ અધિકારી દ્વારા ફોજદારી પગલા લેવામાં આવશે એમ કલેકટર દ્વારા જાણ કરવા સાથે સુચના આપવામાં આવી હતી.
વધુમાં તમામ ગેસ એજન્સીઓ દ્વારા વિતરણ સુવ્યવસ્થિત રીતે થાય અને કોઈપણ સ્થળે અછત ઉભી ન થાય તે સુનિશ્ર્વિત કરવું. જીલ્લામાં LPG ની તપાસ દરમિયાન ગેરરીતી જણાશે તો તાત્કાલિક આવશ્યક ચીજવસ્તુ અધિનિયમ-૧૯૫૫ તથા કઙૠ LPG Control order-2000 મુજબની કાર્યવાહી કરવામાં આવશે. આ તમામ સૂચનાઓનો કડક અમલ થાય તે સુનિશ્ર્વિત કરવા જણાવ્યું હતું. આ બેઠક દરમ્યાન જીલ્લા પુરવઠા અધિકારી ગૌતમ લોડલીયા તેમજ સૌ સેલ્સ ઓફિસરઓ ઉપસ્થિત રહ્યા હતા.