દાહોદ તાલુકાના ખાપરીયામાં એક વ્યક્તિએ પોતાના વાડામાં ગેરકાયદે ગાંજાનુ વાવેતર કરતા દાહોદ એસ.ઓ.જી.પોલીસે ઓચિંતો છાપો મારી વાડામાંથી લીલા ગાંજાનો છોડ કિ.રૂ.9,75,500/-ના જથ્થા સાથે વાડાના માલિકની અટકાયત કરી હોવાનુ જાણવા મળ્યુ છે.
દાહોદ એસ.ઓ.જી.પોલીસને મળેલ બાતમીના આધારે દાહોદના ખાપરીયા ગામે કાછલા ફળિયામાં રહેતા પનીયાભાઈ રતનાભાઈ અમલીયારના વાડામાં ઓચિંતો છાપો મારી વાડામાં ગેરકાયદેસર વનસ્પતિજન્ય માદક પદાર્થ લીલા ગાંજાના છોડનુ વાવેતર પોલીસે ઝડપી પાડ્યુ હતુ. જેમાં વાવેતર કરવામાં આવેલ લીલા ગાંજાના છોડ નંગ-20 જેનુ કુલ વજન 19.510 કિ.ગ્રા.જેની કુલ કિ.રૂ.9,75,000/-ના લીલા ગાંજાના છોડ સાથે વાડાના માલિકની દાહોદ એસ.ઓ.જી.પોલીસે અટકાયત કરી હતી. આ સંબંધે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.