તેલ અવીવ, દુબઈ, અબુ ધાબી, દોહા અને તેહરાન સહિતના મુખ્ય એરપોર્ટ બંધ

શનિવારથી શરૂ થયેલા ઈરાનના ઈઝરાયલ અને યુનાઇટેડ સ્ટેટ્‌સ સામેના યુદ્ધે સમગ્ર મધ્ય પૂર્વમાં તણાવ વધાર્યો છે. ઇઝરાયલ-અમેરિકન સંયુક્ત હુમલાના જવાબમાં, ઇરાને ઇઝરાયલ તેમજ કતાર, કુવૈત, બહેરીન અને યુએઈ સહિત અનેક ખાડી દેશો પર મિસાઇલો છોડી હતી. મધ્ય પૂર્વમાં આ ઝડપથી વધી રહેલા તણાવને કારણે ઘણા દેશોના મુખ્ય આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ફ્લાઇટ કામગીરી સ્થગિત કરવામાં આવી છે, જેના કારણે હજારો ફ્લાઇટ્‌સ અને લાખો મુસાફરોને ગંભીર અસર પડી છે. ઇઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને કારણે રવિવારે હજારો ફ્લાઇટ્‌સ રદ કરવામાં આવી હતી.

ઇઝરાયલ અને ઈરાન વચ્ચેના મિસાઇલ હુમલાને કારણે, ખાડી દેશોએ તેમના હવાઈ ક્ષેત્ર બંધ કરી દીધા છે, જેના પરિણામે હજારો ફ્લાઇટ્‌સ રદ કરવામાં આવી છે. ઇઝરાયલ અને ઈરાન વચ્ચે ઝડપથી વધી રહેલા તણાવને કારણે ખાડીના ઘણા એરપોર્ટ પર ગંભીર અસર પડી છે. યુએઈમાં દુબઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ, જે વિશ્વભરના લાખો લોકોને સેવા આપે છે, તે સંઘર્ષથી પ્રભાવિત મુખ્ય આંતરરાષ્ટ્રીય એરપોર્ટની યાદીમાં ટોચ પર છે. વધુમાં, યુએઈની રાજધાની અબુ ધાબીમાં આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પણ પ્રભાવિત થયું છે. કતારની રાજધાની દોહામાં આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પણ બંધ કરવામાં આવ્યું છે.

ઇઝરાયલનું મુખ્ય તેલ અવીવ એરપોર્ટ, ઈરાનની રાજધાની તેહરાન આંતરરાષ્ટ્રીય એરપોર્ટ અને ઇરાકનું એર્બિલ એરપોર્ટ પણ બંધ છે. કુવૈત અને બહેરીને પણ તેમના એરપોર્ટ પર ઈરાની હુમલા બાદ કામગીરી સ્થગિત કરી દીધી છે. વધુમાં, લેબનોનની રાજધાની બેરૂતના આંતરરાષ્ટ્રીય એરપોર્ટથી મોટી સંખ્યામાં ફ્લાઇટ્‌સ રદ કરવામાં આવી છે. જાર્ડનના અમ્માનના આંતરરાષ્ટ્રીય એરપોર્ટથી ચાલતી ફ્લાઇટ્‌સ પણ રદ કરવામાં આવી છે. એ નોંધવું જાઇએ કે ઈરાને ઘણા ખાડી દેશોના મુખ્ય એરપોર્ટને નિશાન બનાવ્યા છે.