દાહોદમાં આપ કાર્યકરે પરિણીત મહિલાનુ અપહરણ કરી શારીરિક અડપલા કરતા ફરિયાદ

દાહોદ તાલુકાના નીમનળિયા ગામના રહેવાસી અને આમ આદમી પાર્ટીના કાર્યકર પરિણીત યુવતીને નોકરીની લાલચ આપી અપહરણ કરી કારમાં શારીરિક અડપલા કરવાનો પ્રયાસ કર્યાનો ગંભીર આક્ષેપ કરાયો છે. પોલીસે આ અંગે ગુનો દાખલ કરી દેવેન્દ્ર મેડાની ધરપકડ કરી છે.

દાહોદ તાલુકાના નીમનળિયા ગામના આપના કાર્યકર દેવેન્દ્ર લક્ષ્મણભાઈ મેડા તા.29 સવારે પોતાની કાર લઈને દાહોદ આઈ.ટી.આઈ.બાજુ ગયો હતો. જયાં તેની પરિચીત એક 27 વર્ષિય પરિણીત યુવતી મળતા તેને દાહોદ રેલ્વે કારખાનામાં નોકરીની લાલચ આપી હતી. ત્યારબાદ બળજબરીથી તેને કારમાં બેસાડી અપહરણ કર્યુ હતુ. યુવતીને કારમાં બેસાડી તેની સાથે શારીરિક અડપલા કરી બિભત્સ માંગણી કરી હતી. યુવતીએ બુમાબુમ કરતા દેવેન્દ્ર મેડાએ તેને છોડી મુકી હતી. યુવતીએ દેવેન્દ્ર મેડા સામે દાહોદ બી-ડીવીઝન પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી દેવેન્દ્ર મેડાની અટકાયત કરી કાર્યવાહી કરી હતી.