સુખસરના મોટી ઢઢેલીમાં 53 વર્ષિય વ્યક્તિએ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ મોતને વ્હાલુ કર્યુ

સુખસર તાલુકાના મોટી ઢઢેલી ગામે એક 53 વર્ષિય આધેડે અગમ્ય કારણોસર પોતાના મકાનના મોભના સારા સાથે ખાટલાની પાટી બાંધી ગળેફાંસો ખાઈ આપધાત કરી લેતા ચકચાર મચી જવા પામી હતી. પોલીસે લાશની પી.એમ.અર્થે સુખસર સરકારી દવાખાને ખસેડી હતી.

સુખસર તાલુકાના મોટી ઢઢેલી મુનિયા ફળિયામાં રહેતા ગવાભાઈ હકાભાઈ કટારા(ઉ.વ.53)ખેતીવાડી તથા છુટક કામ ધંધો કરી ધરનુ ગુજરાન ચલાવતા હતા. થોડા સમયથી પત્નિ તથા સંતાનો વિરમગામ અમદાવાદ ખાતે મજુરી કામે ગયેલા હતા. જયારે ગવાભાઈ કટારા ધરે એકલા જ હતા. તેઓ ગવાભાઈ કટારા 28 નવેમ્બરના રોજ સાંજના અરસામાં કયાંક જઈ ધરે પરત આવ્યા હતા. બીજા દિવસે સવારના મોડા સુધી મકાનનો દરવાજો નહિ ખુલતા અને ગવાભાઈને જોતા મહિ મળતા આસપાસના લોકોએ ગવાભાઈના ધરે જઈ જોતા મકાન અંદરથી બંધ હતુ. દરવાજાની બારીમાંથી અંદર જઈને જોતા ધરના મોચના સરા સાથે ગળેફાંસો ખાધેલી હાલતમાં તેમનો મૃતદેહ જોવા મળ્યો હતો. તાત્કાલિક પાડોશી લાલાભાઈએ તેમના પુત્ર ઈશ્ર્વરભાઈને જાણ કરી હતી. તેમ જણાવતા તેમના પુત્રો તથા પત્નિ તાત્કાલિક ધરે આવ્યા હતા. આ બાબતે સુખસર પોલીસને જાણ કરવામાં પોલીસ ધટના સ્થળે પહોંચી લાશનો કબ્જો મેળવી પંચનામુ કરી મૃતદેહને પી.એમ.અર્થે સુખસર સરકારી દવાખાનામાં ખસેડ્યો હતો. આ બાબતે મૃતક ગવાભાઈ કટારાના પુત્ર ઈશ્ર્વરભાઈ ગવાભાઈ કટારાએ સુખસર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે અકસ્માત મોત અન્વયે ગુનો નોંધી આગળ તપાસ હાથ ધરી હતી.