અમદાવાદના ૬૧૫મા જન્મદિને મા ભદ્રકાળી નગરયાત્રા નિકળી અખાડા, ભજન મંડળીઓ, નાસિક ઢોલ સાથે ભકતો જોડાયા

આજે અમદાવાદનો ૬૧૫માં જન્મદિવસે મા ભદ્રકાળી પાલખીમાં બેસીને નગરયાત્રા પર નીકળ્યા હતાં આજે સવારે પહિંદ વિધિ કરી રથને પ્રસ્થાન કરાવવામાં આવ્યો હતો અને આ યાત્રા  ૬.૨૫ કિ.મી. લાંબી નગરયાત્રામાં મોટી સંખ્યામાં માઈ ભક્તો ઉમટ્યા હતાં કોટ વિસ્તારમાંથી નીકળેલી  નગરયાત્રાને લઈને ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. આજે બોર્ડની પરીક્ષા પણ શરૂ થઈ રહી છે. જેનું ખાસ ધ્યાન રાખીને આ યાત્રા દરમિયાન વિદ્યાર્થી અને વાલીઓને કોઈ તકલીફ ન પડે તે માટે પોલીસ ખાસ ધ્યાન રાખવામાં આવ્યું હતું  આયોજકો તરફથી ડીજે રદ કરાયું હતું અને  માત્ર નાસિક ઢોલ વગાડવામાં આવ્યું હતું

ભવ્ય નગરયાત્રાને લઈને ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો અને ઝોન ૨ ડીસીપી, બે એસીપી, ૧૦થી વધુ પીઆઇ અને પોલીસકર્મીઓ સહિતનો પોલીસ બંદોબસ્ત ખડકાયો હતો નગરયાત્રામાં માતાજીનો રથ, નાસિક ઢોલ, અખાડાના કલાકારો, ભજન મંડળીઓ અને મોટી સંખ્યામાં વાહનોનો કાફલો જોડાયો હતો

આ યાત્રા લક્ષ્મી માતાજીની છાપ, માણેકનાથજીનું મંદિર, રાયપુર પાસે મદન ગોપાલની હવેલી, એએમસી કચેરીનું મહાબળેશ્વર મંદિર, જગન્નાથજી મંદિર, રિવરફ્રન્ટ પાસે મહાલક્ષ્મી માતાજીનું મંદિર, ગણેશજીનું મંદિર, બહુચર માતાનું મંદિર વગેરે પ્રાચીન મંદિરો પાસેથી પસાર થઈ પરત ફરી હતી. શણગારેલા ટેબ્લો અને ભજન મંડળીઓ સાથે સેંકડો શ્રદ્ધાળુઓ આ યાત્રામાં જોડાયા હતાં  મોટી સંખ્યામાં લોકોની સાથે સાથે માતાજીનો રથ, ત્રણ છોટા હાથી, ૫૦ અખાડા, એક નાસિક ઢોલ, છ સાધુઓની ધજા, ત્રણ ભજન મંડળી, ૫૦ કાર, છ જીપ, ૨ પ્રસાદ ગાડી નગરયાત્રામાં જોડાયા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ભદ્રકાળી માતાજી ઐતિહાસિક અને આધ્યાત્મિક રીતે અમદાવાદના શહેરીજનો માટે ખૂબ જ મહત્વ ધરાવે છે. ગત વર્ષથી માતાજીની નગરયાત્રા શરૂ કરવામાં આવી હતી.