ઓડિશા આંગણવાડી કૌભાંડમાં સુરતના શાશ્ર્વત શાહની ધરપકડ બાદ નકલી દસ્તાવેજનો મોટો ખુલાસો

સીઆઇડીએ તાજેતરમાં ઓડિશા આંગણવાડી કૌભાંડમાં સુરતના એક ઉદ્યોગપતિની ધરપકડ કરી છે. તેમના વકીલે સુરત સ્થિત અનેક વ્યકિતઓ સામે ગંભીર આરોપો લગાવ્યા છે. એવો દાવો કરવામાં આવ્યો છે કે સુરતના ઉદ્યોગપતિ શાશ્વત શાહને ફસાવવા માટે નકલી ભાગીદારી દસ્તાવેજ બનાવવામાં આવ્યો હતો. વિલાસ પાટીલે દાવો કર્યો છે કે શાશ્વત શાહની મૂળ કંપની, “ક્યૂરાઇટ ઇન્ફોટેક” ના નામે એક ડુપ્લિકેટકંપની બનાવવામાં આવી હતી, જે ૨૦૧૪ થી કાર્યરત હતી અને ઓડિશા સરકાર પાસેથી આંગણવાડીના નવીનીકરણ માટે કરોડો રૂપિયાની ચૂકવણીની ઉચાપત કરતી હતી.

એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે ય્જી્‌ નંબર મળે તે પહેલાં કરોડો રૂપિયા ડુપ્લિકેટકંપનીમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. વકીલ અનુસાર જ્યારે મૂળ કંપનીના એચડીએફસી બેંક ખાતામાં આશરે ૧૦.૬૭ કરોડ જમા કરવામાં આવ્યા હતા, ત્યારે ડુપ્લિકેટ કંપનીના ભાગીદારોએ ભંડોળ ફ્રીઝ કરવા માટે નાસિક આર્થિક વિંગ પાસેથી ખોટી અરજી મેળવી હતી. ત્યાર બાદ શાશ્વત શાહની ધરપકડ કરવામાં આવી હતી. શાશ્વતે એવું પણ જણાવ્યુ હતું કે જ્યારે આ ઘટના બની ત્યારે તે ઓડિશામાં હતો. જા કે આખરે, જૂન ૨૦૨૫ માં,એફએસએલના એક રિપોર્ટમાં પુષ્ટિ મળી કે નોટરી રજિસ્ટર પરની સહી શાશ્વત શાહની નથી. જેના પરથી આ રિપોર્ટમાં સાબિત થયું કે ખોટા દસ્તાવેજા બનાવીને લોકોને ફસાવવામાં આવ્યા હતા. એવો આરોપ છે કે એફએસએલ રિપોર્ટ પછી પણ, જવાબદારો સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.