
મધ્યપ્રદેશના ઉજ્જૈનથી આવેલા વિકાસ બહુરૂપીએ આ વર્ષે પણ સંખેડામાં લોકોનું ધ્યાન ખેંચ્યું છે. તેઓ દર વર્ષની જેમ જોકરનો વેશ ધારણ કરીને સંખેડાના બજારમાં મનોરંજન પૂરૂ પાડી રહ્યા છે.
વિકાસ બહુરૂપી દરરોજ અલગ-અલગ પાત્રો ભજવીને સંખેડાના લોકોને આનંદિત કરે છે. આ વખતે તેમણે જોકરના રૂપમાં પોતાના અનોખા અંદાજથી ગીતો ગાઈને સૌને હસાવ્યા હતા.
તેઓ સંખેડામાં થોડા સમય રોકાઈને દુકાને-દુકાને જઈને મનોરંજન પૂરૂ પાડે છે. આ રીતે તેઓ પોતાની રોજીરોટી કમાય છે અને લોકોના ચહેરા પર ખુશી લાવીને પોતાના વતન પરત ફરે છે.