અમદાવાદ માંથી અમેરિકન નાગરિકોને લૂંટતું ગેરકાયદે કોલ સેન્ટર ઝડપાયું

ડિરેક્ટોરેટ ઓફ એનફોર્સમેન્ટ (ઈડી), હૈદરાબાદ ઝોનલ ઓફિસ દ્વારા પ્રિવેન્શન ઓફ મની લોન્ડિંરગ એક્ટ, ૨૦૦૨ હેઠળ અમદાવાદની છ અલગ-અલગ જગ્યાઓ પર એક સાથે દરોડા પાડવામાં આવ્યા હતા. આ કાર્યવાહી યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકાના નાગરિકોને નિશાન બનાવી મોટા પાયે છેતરિંપડી કરનાર ગેરકાયદૃે કોલ સેન્ટર રેકેટની તપાસના ભાગ‚પે કરવામાં આવી હોવાનું ઈડીની કાર્યવાહી દરમિયાન સામે આવ્યું છે.

ઈડીએ જણાવ્યું હતું કે, આ મામલે સાયબરાબાદ પોલીસ તેમજ સીબીઆઈ,આઇઓડી, નવી દિૃલ્હી દ્વારા નોંધાયેલી એફઆઇઆરના આધારે પીએમએલએ હેઠળ તપાસ શ‚ કરવામાં આવી હતી. તપાસમાં સામે આવ્યું છે કે, આ કેસ સંગઠિત સાઇબર ફ્રોડ અને ખોટી ઓળખ સાથે સંકળાયેલો છે.

ઈડીની તપાસમાં ખુલાસો થયો છે કે, મોહમ્મદૃ અન્સારી ઉર્ફે મોહદૃ ઇરફાન અન્સારી, અકિબ ગુલામરસૂલ ઘાંચી, વિકાસ કે નિમાર, દિવ્યાંગ રાવલ, પ્રદૃીપ વી. રાઠોડ અને તેમના સાગરીતો દ્વારા ગેરકાયદૃે કોલ સેન્ટરોની સ્થાપના અને સંચાલન કરવામાં આવી રહૃાું હતું. ઈડીએ જણાવ્યું હતું કે, આ કોલ સેન્ટરો અલગ-અલગ સ્થળોએ કાર્યરત હોવા છતાં એક જ ગેંગ દ્વારા સંયુક્ત ટેકનિકલ માળખું, તાલીમપ્રાપ્ત સ્ટાફ, તૈયાર કોલ સ્ક્રિપ્ટ્સ અને કેન્દ્રિય નાણાં વ્યવસ્થાપન સિસ્ટમથી ચલાવવામાં આવતા હતા. તપાસ દૃરમિયાન એ પણ સામે આવ્યું છે કે, કોલ સેન્ટરના ઓપરેટરો અમેરિકન સરકારી એજન્સીઓના અધિકારીઓ અથવા ખાનગી કંપનીઓના પ્રતિનિધિ બનીને પીડિતોને ફોન કરતા હતા. લોન બાકી, ટેક્સ બાકી હોવાના ખોટા આરોપો લગાવી અથવા કાનૂની કાર્યવાહી કરવાની ધમકી આપી પીડિતોને ભયભીત કરી ગિટ કાર્ડ ખરીદૃવા અથવા ડિજિટલ પેમેન્ટ કરવા મજબૂર કરવામાં આવતા હતા.

ઈડી અનુસાર, આ રીતે મેળવાયેલ ગુનાહિત નાણાં મુખ્યત્વે એમેઓન ગિટ કાર્ડ મારફતે પ્રાપ્ત કરવામાં આવતા હતા. બાદૃમાં આ રકમ ઓનલાઇન પ્લેટફોર્મ્સ તથા અન્ય ગેરકાયદૃે ચેનલ્સ દ્વારા બિટકોઇન સહિતની ક્રિપ્ટોકરન્સીમાં ‚પાંતરિત કરવામાં આવતી હતી. ઈડ્ઢએ જણાવ્યું હતું કે, આ ક્રિપ્ટોકરન્સીની કન્વર્ઝન અને લિક્વિડેશન પ્રક્રિયામાં વિદૃેશી નાગરિકોની સંડોવણી પણ સામે આવી છે.

તપાસમાં વધુ ખુલાસો થયો છે કે, નાણાંનો નાનો હિસ્સો ભારતીય બેિંક્ધગ ચેનલ્સ મારફતે પસાર થયો હતો, જ્યારે મોટાભાગની રકમ રોકડ અને ક્રિપ્ટોકરન્સી ‚પે હવાલા ઓપરેટરો તથા સ્થાનિક બ્લેક માર્કેટ મારફતે વળતર કરવામાં આવી હતી. દરોડા દરમિયાન મુખ્ય આરોપી અકિબ ઘાંચીના કબજામાંથી આશરે ૧૨,૦૦૦ જેટલી ક્રિપ્ટોકરન્સી મળી આવી હતી, જેને જપ્ત કરી ઈડીના સત્તાવાર ક્રિપ્ટો વોલેટમાં ટ્રાન્સફર કરવામાં આવી છે. આ ઉપરાંત ૧૩.૫ લાખ જેટલી બિનહિસાબી રોકડ પણ જપ્ત કરવામાં આવી છે.તપાસ દૃરમિયાન ગુનાહિત દસ્તાવેજો તેમજ મહત્વપૂર્ણ માહિતી ધરાવતા ડિજિટલ ઉપકરણો કબજે કરવામાં આવ્યા છે.

ઈડીએ વધુમાં જણાવ્યું હતું કે, આરોપીઓ તથા તેમની સંસ્થાઓના ૩૧ બેક્ધ ખાતાઓ અને એક બેક્ધ લોકર ફ્રીઝ કરવામાં આવ્યા છે. તપાસમાં જાણવા મળ્યું છે કે આરોપીઓ લાંબા સમયથી આ પ્રકારની ગુનાહિત પ્રવૃત્તિમાં સંકળાયેલા હતા અને ગુનાહિત નાણાંનો ઉપયોગ કરી પોતાના તેમજ પરિવારજનો અને પ્રોક્સીના નામે મોટી સંપત્તિ એકત્ર કરી હતી. ઈડી મુજબ, આ ગેંગ હજી પણ એ જ મૉડસ ઑપરેન્ડી અપનાવી સમાન પ્રકારની સાઇબર ઠગાઈ પ્રવૃત્તિમાં સક્રિય હોવાનું સામે આવ્યું છે.