દાહોદ જીલ્લામાં દે. બારિયા તાલુકાના રેઢાણા એપ્રોચ રોડ ખાતે રીસર્ફેસિંગની કામગીરી હાથ ધરાઇ

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજ્યના માર્ગોની મરામતની કામગીરી તાત્કાલિક પૂર્ણ કરવા સૂચના આપી છે, જે અન્વયે દાહોદ જીલ્લાના માર્ગ અને મકાન પંચાયત વિભાગ દ્વારા દેવગઢ બારિયા તાલુકાના રેઢાણા એપ્રોચ રોડ ખાતે રીસર્ફેસિંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, ચોમાસુ પૂર્ણ થયા બાદ દાહોદ જીલ્લાના મુખ્ય અને ગામડાઓના રોડ પર જરૂરી મરામત, ડામર પેચિંગ અને રીસર્ફેસિંગ કામગીરીને પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે. માર્ગ મરામતની કામગીરીના લીધે સ્થાનિક રહેવાસીઓ સહીત પરિવહનને અનુકૂળતા રહેશે.