
દાહોદ જીલ્લાના માર્ગ અને મકાન પંચાયત વિભાગ દ્વારા લીમખેડા તાલુકાના મંજુર થયેલ રિસર્ફેસિંગ રસ્તાઓનું સાંસદ જશવંતસિંહ ભાભોર તેમજ લીમખેડા ધારાસભ્ય શૈલેષભાઈ ભાભોરના વરદ હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. હાલ દાહોદ જીલ્લાના મુખ્ય અને ગામડાઓના રોડ પર જરૂરી મરામત, ડામર પેચિંગ અને રીસર્ફેસિંગ કામગીરીને પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજ્યના માર્ગોની મરામતની કામગીરી તાત્કાલિક પૂર્ણ કરવા સૂચના આપી છે, જેથી કરીને શહેરીજનો ઉપરાંત ગ્રામ્યજનોને પણ અવર જવર માટેની સુવિધા સાંપડશે.