વડોદરામાં ખાખીની આબરુ પર કલંક, પીએસઆઇ લાંચ લેતો વીડિયો વાયરલ

લોકોની રક્ષા કરતી પોલીસ પર જ લાંચ લીધી હોવાનો આરોપ લાગ્યો છે. એકવાર ફરી પોલીસની કામગીરી શંકાના દાયરામાં આવી ગઈ છે. કારણ કે, પોલીસ અધિકારી ખુદ લાંચ લેતા હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.પીએસઆઇ એન.એન. ઝવેરીનો વીડિયો વાયરલ થતા ચકચાર મચી ગઈ છે.

પોલીસ આમતો લોકોની રક્ષા માટે હોય છે પરંતુ વડોદરામાં કંઈક પોલીસનું અલગ જ રૂપ સામે આવ્યું છે. પોલીસ લાંચ લેતી હોવાનો વીડિયો વાયરલ થતા ચકચાર મચી ગઈ છે. વીડિયોમાં પીએસઆઇ દ્વારાકુલ ૪૦ હજાર માંગવાની વાતચીત સ્પષ્ટ પણે સાંભળી શકાય છે. જા લોકોની રક્ષા કરતી પોલીસ જ પૈસાનો તોડ કરશે તો લોકો કોને જઈને ફરિયાદ કરશે તે સવાલ થઈ રહ્યો છે. જા કે, આ મામલે શહેર પોલીસ કમિશનરે ગંભીરતા દાખવી તપાસના આદેશ આપ્યા છે. અને જા ગુન્હો સાબિત થશે તો આરોપી સામે કડકમાં કડક કાર્યવાહી કરવાનો આદેશ આપ્યા છે.

પીએસઆઇ દ્વારા કુલ ૪૦ હજારની લાંચ માંગવામાં આવે છે. જેમાં જોવા મળે છે કે, પીએસઆઈ કથિત રીતે ૨૦ હજાર રૂપિયા સ્વીકાર કરી રહૃાા છે. જોકે વાયરલ વીડિયોને પોલીસ તંત્ર દ્વારા એક વર્ષ જુનો હોવાનું કહેવામાં આવી રહૃાો છે. અત્યારે ૨૦ અને પછી ૨૦ હજાર આપવા સંમતિ દર્શાવાઈ તેવુ પણ સ્પષ્ટ પણે જોઈ શકય છે.

પીએસઆઈ લાંચ લેતા હોવાનો કથિત વીડિયો વાયરલ થતાની સાથે જ વડોદૃરા પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે. પોલીસ કમિશનરે આ મામલે તટસ્થ તપાસ માટે ડીસીપી ઝોન-૧ ને જવાબદૃારી સોંપી છે.