
હાલોલ-વડોદરા હાઈવે રોડ ઉપર બાસ્કા ગામ નજીકથી પસાર થતી પ્લાસ્ટીક દાણા ટ્રકમાં અચાનક આગ લાગી હતી. પ્લાસ્ટીક દાણામાં લાગેલી આગે ભીષણ સ્વરૂપ ધારણ કરતાં ટ્રક આગની જવાળાઓમાં લપેટાઈ હતી.
હાલોલ-વડોદરા હાઈવે રોડ ઉપર બાસ્કા ગામ નજીકથી પ્લાસ્ટીક દાણા ભરેલી ટ્રક પસાર થતી હતી. ટ્રકમાં કોઈ આકસ્મિક કારણોસર આગ લાગી હતી. ટ્રકમાં પ્લાસ્ટીક દાણા ભરેલ હોવાથી આગે જોતજોતામાં વિકરાળ સ્વપ ધારણ કર્યું હતું. ગરમીને કારણે પ્લાસ્ટીક ઓળંગીને રોડ ઉપર ફેલાવા લાગ્યું હતું. જેના કારણે રોડ ઉપરનો વાહન વ્યવહાર બંંધ કરવામાં આવ્યો હતો. હાઈવે રોડ ઉપર પ્લાસ્ટીક દાણા ભરેલી ટ્રકમાં આગ લાગવાની ધટનાની વડોદરા અને હાલોલ ફાયર વિભાગને કરતાં ફાયર ફાયટરો ધટના સ્થળે દોડી આવ્યા હતા અને ફાયર ફાયટરોએ પણીનો મારો ચલાવીને કાબુ મેળવવા માટે પ્રયાસ હાથ ધરવામાં આવ્યા હતા.બાસ્કા નજીક પ્લાસ્ટીક દાણા ભરેલી ટ્રકમાં લાગેલ આગની ધટનામાં કોઈ જાનહાનિ થવા પામી ન હતી. આગની ધટનાને લઈ અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ટ્રકમાં આગ લાગવાનું કારણ જાણી શકાયું નૃથી.