વિજ્ઞાન ભારતી નો ગુજરાતી યુનિટ એટલે વિજ્ઞાન ગુજરી દ્વારા દર વર્ષે ડિજીટલ બેઝ એન્ડ લાર્જેસ્ટ સાયન્સ ટેલેન્ટ સર્ચ એક્ઝામ ઇમર્જિંગ ઇન્ડિયા દ્વારા વિદ્યાર્થીઓ વિજ્ઞાનમાં વધુ રસ લેતા થાય તે શુભ અશયથી ઓનલાઇન એક્ઝામ લેવાતી હોય છે. જેમાં આ વર્ષે ગુજરાત લગભગ ૧૦,૦૦૦ બાળકોએ ઓનલાઇન એક્ઝામ આપી હતી. જેમાં પ્રથમ અને દ્વિતીય લેવલ પાસ કરી ધોરણ ૬ થી ૧૧ ના ૧૫૩ વિદ્યાર્થીઓ મેરીટને આધારે રાજ્યકક્ષાએ પસંદ થયા હતા, તેમનો રાજ્યકક્ષાનો કેમ્પ તારીખ ૨૫-૦૧-૨૦૨૬ નારોજ સ્વસ્તિક સ્કૂલ રાજકોટ ખાતે યોજવામાં આવ્યો હતો. જેમાં ઉદ્ઘાટન પ્રસંગ મુખ્ય મહેમાન તરીકે ડો દર્શિતા શાહ ધારાસભ્ય રાજકોટ પશ્ચિમ અને મુકેશભાઈ મલકાન સંઘ સંચાલક સૌરાષ્ટ્ર પ્રાંત. આ ઉપરાંત વીવીએમ એકેડમી કમિટી મેમ્બર શ્યામ બરાડકર, રાજકોટ વિજ્ઞાન ગુર્જરી હોદ્દેદાર ડો નિકેશભાઈ શાહ અને પ્રદીપ જોષી સ્વસ્તિક સ્કૂલના સંચાલક અલ્પેશભાઈ જોશી, નિકેશભાઇ અસનાની ઉપસ્થિત રહ્યા હતા. રાજ્યકક્ષાના કેમ્પનુ આયોજન તેમજ સંચાલન વિદ્યાર્થી વિજ્ઞાન મંથન ગુજરાત રાજ્ય કોર્ડીનેટર કમલેશ લીમ્બાચીયા દ્વારા કરવામાં આવ્યું. જેમાં ડો. અતુલ વ્યાસ અને મનસુખ નારિયા સ્ટેટ કોર્ડીનેટર સહયોગ આપ્યો હતો. દાહોદ જીલ્લા વિદ્યાર્થી વિજ્ઞાન મંથન કોર્ડીનેટર ચેતનકુમાર પટેલ અને ખેડા જીલ્લા કોર્ડીનેટર મેહુલભાઈ વોરા ઉપસ્થિત રહ્યા હતા. જેમાં ધોરણ ૬ થી ૧૧ ના ૧૧૦ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા. જેમાં વિદ્યાર્થીઓને પ્રેક્ટીકલી અને થિયોરિટીકલી ચકાસણી કરતી પરીક્ષા લેવામાં આવે છે. જેમાં પ્રથમ નંબરને ૫૦૦૦ ા. દ્વિતીય નંબર ૩૦૦૦ ા. અને તૃતીય નંબર ૨,૦૦૦ ા. ઇનામ આપવામાં આવે છે. જેમાં ધોરણ છ થી ૧૧ ના ૧૮ વિદ્યાર્થીઓ વિજેતા થયા હતા. જેમાંથી પ્રથમ અને દ્વિતીય એમ ૧૨ વિદ્યાર્થીઓ નેશનલ કક્ષાએ ભાગ લેવા જશે. રાજ્યકક્ષાએ ભાગ લેવા માટે તમામ વિદ્યાર્થીઓને મોમેન્ટ અને સર્ટિફિકેટ સન્માનિત કર્યા હતા. વિજ્ઞાન ગુજરીના પ્રમુખ ચૈતન્ય જોશી અને મંત્રી જીગ્નેશભાઈ બોરીસાગર વીવીએમના કેમ્પના સફળ આયોજન માટે સ્ટેટ કોર્ડીનેટરને અભિનંદન પાઠવ્યા હતા. વિજેતા વિદ્યાર્થીઓ અને વાલીને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા અને નેશનલમાં ખૂબ સાં પ્રદર્શન કરે ગુજરાતનું નામ રોશન કરે એવી શુભેચ્છા વ્યક્ત કરી હતી.