લાલુ, રાબડી અને તેજસ્વી-તેજ પ્રતાપે વ્યક્તિગત હાજરીમાંથી મુક્તિ માંગી

રાષ્ટ્રીય જનતા દળના વડા લાલુ પ્રસાદ યાદવ અને તેમની પત્ની રાબડી દૃેવીએ નોકરી માટે જમીન કૌભાંડ કેસમાં રાઉઝ એવન્યુ કોર્ટમાં વ્યક્તિગત હાજરીમાંથી મુક્તિ માંગી છે. એ જ રીતે, તેમના પુત્રો, તેજસ્વી યાદવ અને તેજ પ્રતાપ યાદવે પણ કોર્ટમાં વ્યક્તિગત હાજરીમાંથી મુક્તિ મેળવવા માટે અરજીઓ દાખલ કરી છે. સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન દ્વારા નોંધાયેલા આ કેસમાં ભ્રષ્ટાચારના ગંભીર આરોપો સામેલ છે. કોર્ટ આ અરજીઓ પર સુનાવણી કરશે અને ચુકાદૃો આપશે.

દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટમાં નોકરી માટે જમીન વ્યવહાર કેસમાં ચાર્જશીટ દાખલ થયા પછી, આજે પ્રથમ વખત લાલુ પરિવારની ભૂમિકા પર સુનાવણી કરવામાં આવી. ચાર્જશીટ સ્વીકારતા પહેલા, કોર્ટે જણાવ્યું હતું કે લાલુ પરિવારની સિન્ડિકેટ તરીકે સંડોવણીના પ્રથમદર્શી પુરાવા છે. નોંધપાત્ર વાત એ છે કે, આ કેસમાં લાલુ પ્રસાદ યાદવ સૌથી મોટું નામ હોવા છતાં, તમામ ધ્યાન તેજસ્વી યાદવ પર કેન્દ્રિત છે. તેમને સુનાવણી માટે વ્યક્તિગત રીતે હાજર રહેવા માટે સમન્સ મોકલવામાં આવ્યું હતું. તેજસ્વી સૌથી અગ્રણી વ્યક્તિ છે કારણ કે, ઇત્નડ્ઢ ના કાર્યકારી પ્રમુખ તરીકે, તેમને લાલુના ઉત્તરાધિકારી જાહેર કરવામાં આવ્યા છે અને મહાગઠબંધનના સૌથી અગ્રણી નેતા છે. તેઓ છેલ્લી ચૂંટણીમાં મુખ્યમંત્રી પદ માટે પણ દાવો કરી રહૃાા હતા.

સુનાવણી દરમિયાન, લાલુ યાદૃવની મોટી પુત્રી અને પાટલીપુત્રના સાંસદૃ મીસા ભારતી અને તેમની બહેન હેમા યાદૃવ કોર્ટમાં હાજર થયા, પરંતુ અન્ય લોકો હાજર ન થયા. પરિણામે, કોર્ટે એક આદૃેશ જારી કર્યો હતો કે લાલુ યાદવ, રાબડી દૃેવી અને તેજસ્વી યાદૃવને ૧ થી ૧૫ ફેબ્રુઆરી વચ્ચેરૂબરૂ હાજર રહેવું પડશે.

કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે આ કેસમાં વધુ કોઈ છૂટ આપવામાં આવશે નહીં. કોર્ટે નિર્દૃેશ આપ્યો છે કે સમગ્ર કેસમાં નિયમિત સુનાવણી ૯ માર્ચથી શરૂથશે. કાનૂની નિષ્ણાતો માને છે કે નિયમિત સુનાવણી શરૂ થવાથી આ કેસમાં ચુકાદૃો ઝડપથી આવવાની અપેક્ષા છે, જે ચૂંટણી વર્ષમાં આરજેડીની રાજકીય મુશ્કેલીઓમાં વધારો કરી શકે છે.