વલસાડ જિલ્લાના પારડી તાલુકાના ગોઈમાં ગામમાં એક ૧૫ વર્ષીય કિશોરીએ ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી છે.આ ઘટનાએ સ્થાનિક વિસ્તારમાં ભારે હચમચાવ નિર્માણ કરી છે અને કિશોરોમાં વધતા માનસિક તણાવ તેમજ આત્મહત્યાના વલણને લઈને િંચતા વધારી છે.મૃતક મીનાલી વિષ્ણુ પટેલ રોહિણા ખાતે આવેલી ઈશ્ર્વરભાઈ છોટુભાઈ દૃેસાઈ સાર્વજનિક હાઈસ્કૂલમાં ધોરણ-૧૧માં અભ્યાસ કરતી હતી. આ ઘટના ૨૭ જાન્યુઆરીના રોજ બપોરના સમયે ગોઈમાં ગામના કેરપાડા ફળિયામાં બની હતી.
ઘટનાના દિવસે મીનાલીના પિતા વિષ્ણુભાઈ મજૂરી કામે ગયા હતા, જ્યારે માતા પણ નોકરીએ ગઈ હતી. ઘરે મીનાલી એકલી જ હતી. બપોરે તેની ક્લાસ ટીચર રીટાબેને પિતાને જાણ કરી કે શાળામાં પરીક્ષા હોવા છતાં મીનાલી ગેરહાજર છે.આ માહિતી મળતાં પિતા િંચતિત થયા અને તેમણે તાત્કાલિક પોતાના નાના ભાઈને ફોન કરીને ઘરે જઈને દૃીકરીની ખબર લેવા જણાવ્યું. નાના ભાઈ વાપી કામે ગયા હોવાથી તેની પત્ની ઘરે હતી.કાકીએ રૂમ તપાસતાં દૃરવાજો અંદૃરથી બંધ જોવા મળ્યો. દૃીવાલ પરથી જોતાં મીનાલી પતરાના શેડમાં લાકડાના આડા સાથે ઓઢણી બાંધીને ગળેફાંસો ખાધેલી હાલતમાં લટકતી મળી આવી.
પાડોશીઓની તાત્કાલિક મદૃદૃથી તેને નીચે ઉતારવામાં આવી અને બચાવવાના તમામ પ્રયાસો કરવામાં આવ્યા, પરંતુ દૃુર્ભાગ્યે મીનાલીનું મૃત્યુ થઈ ચૂક્યું હતું. ઘટનાની જાણ થતાં ગામના સરપંચે પારડી પોલીસને તાત્કાલિક માહિતી આપી.પારડી પોલીસ મથકની ટીમ ઘટનાસ્થળે પહોંચી અને મૃતદૃેહને પોસ્ટમોર્ટમ માટે રોહિણા સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો. આ અંતિમ પગલું કયા કારણોસર લીધું તે હજુ સ્પષ્ટ થયું નથી. કોઈ સુસાઈડ નોટ કે અન્ય સ્પષ્ટ પુરાવા મળ્યા નથી.પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.