વણઝારીયામાં આંગણવાડી બાંધ કામમાં ભ્રષ્ટાચાર થતા ડી.ડી.ઓ.ને રજૂઆત

વણઝારીયા ગામની આંગણવાડી કેન્દ્ર 01 પ્રાથમિક શાળાના કમ્પાઉન્ડ વોલમાં ચાલતું હતું. પરંતુ આંગણવાડી ક્ષતિગ્રસ્ત થતા તંત્ર એ ક્ષતિગ્રસ્ત જાહેર કરી તેને ધરાશાય કરવામાં આવેલ ત્યાર બાદ આંગણવાડી કેન્દ્ર નંબર એક નવી મંજૂર થતા નવી આંગણવાડીનું બાંધકામ પ્રાથમિક શાળા માં ન કરતા અન્ય જગ્યા ઉપર ચાલુ કરેલ લોક વાયકા મુજબ આ ખાલી જગ્યા ગૌચરની હોવાનું જાણવા મળ્યું છે. તેમજ જ્યાં આંગણવાડી બને છે એ જગ્યા આગળ નાળું હોવાથી ચોમાસામાં પાણીનો પણ પ્રવાહ વધવાનો ભય છે.

જેથી આ નવીન આંગણવાડીનું બાંધકામ સરકારી પડતર અથવા અને વણઝારીયા પ્રાથમિક શાળાના કમ્પાઉન્ડ હોલમાં નહીં ગ્રામપંચાયત ની જાણ બહાર ગૌચરની જમીનમાં બાંધકામ ઠોકી બેસાડેલ છે કે, જ્યાં આખા ગામના નાળાનું પાણી આવે છે. આંગણવાડીનું બાંધકામ નાળાની પાસે હોવાથી અને તેની નજીકથી ઉપર થઈને વીજળીના હાઈ પાવર ની લાઈન નીકળે છે. જેથી સિક્યુરિટી વગરની આ જગ્યા છે, આ હોદ્દેદાર કર્મચારીઓ પોતાની મનમાનીથી પોતાની ઈચ્છાથી ગામ લોકોને જાણ કર્યા વગર પૂછ્યા વગર આ આંગણવાડીનું બાંધકામ અહીં ચાલુ કરવામાં આવેલ હોવાનું જાણવા મળ્યું હતું, પણ ચાલુ કામમાં ઓટલાના લેવલ આવતા પહેલા દીવાલો ધરાશાઈ થઈ જતા બાંધ કામની ગુણવત્તા જોવાઈ આવી માટે ભવિષ્યમાં આંગણવાડીમાં આવતા બાળકો બાળકોની શું પરિસ્થિતિ થાય તે તંત્રએ પહેલા વિચારવા જેવું છે. હાલમાં નવીન આંગણવાડીઓ પ્રાથમિક શાળામાં બનાવવાની આવી રહી છે, છતાં આ આંગણવાડી કોન્ટાકટર કેમ આવી નદી નાળા વાળી જગ્યા ઉપર બનાવવા તૈયાર છે એ તપાસ નો મુદ્દો છે.