
જીલ્લા પ્રોગ્રામ ઓફિસર ઇરાબેન ચૌહાણના અધ્યક્ષ સ્થાને જીલ્લામાં નબળી કામગીરી કરતા મુખ્ય સેવિકાઓની બેઠક યોજાઈ હતી.
આ બેઠકમાં જીલ્લા પ્રોગ્રામ ઓફિસર ઇરાબેન ચૌહાણ દ્વારા આંગણવાડી કેન્દ્રોની વિઝીટ પૂર્વ પ્રાથમિક શિક્ષણ કુપોષણ અને આંગણવાડી કેન્દ્રો નિયમિત ખુલે અને ફિલ્ડ વર્કમાં પડતી સમસ્યાઓનિ વિસ્તુર્ત ચર્ચા કરવામાં આવી હતી.
વધુમાં જીલ્લા પ્રોગ્રામ ઓફિસર દ્વારા સમયસર કામગીરી થાય એ બાબતે ભાર પૂર્વક જીલ્લાની તમામ મુખ્ય સેવિકાઓને સૂચના આપવામાં આવી હતી.
કામગીરી સંતોષકારક ન જણાય તો સંબંધિત કર્મચારીને ફરજ મુક્ત કરવા અગાઉથી જાણ કરવામાં આવે એવી સૂચના આપવામાં આવી હતી. વધુમાં તેમણે જણાવ્યુંકે, જો આ કામગીરીમાં બેદરકારી જણાશે તો મહિલા અને બાળવિકાસના ઠરાવ મુજબ શિક્ષાત્મક પગલાં લેવામાં આવશે.