હવે જગદીશ વિશ્વકર્માનો ખરા લિટમસ ટેસ્ટ,કારોબારીમાં જુના જોગીઓના પત્તા કપાયા, નવાની એન્ટ્રી

કમુરતા ઉતરતા જ ભાજપમાં નવાજૂની થઈ છે. ભાજપના પ્રદૃેશ પ્રમુખ જગદૃીશ વિશ્ર્વકર્માએ નવી કારોબારી ટીમ જાહેર કરી છે. આવામાં તેઓએ નવી કારોબારીમાં જૂના જોગીઓના પત્તા કાપી નાંખ્યા છે. નવી કારોબારી ટીમમાં અનેક નવા ચહેરા જોવા મળશે.

ગુજરાત પ્રદૃેશ ભાજપ દ્વારા સંગઠનાત્મક નિયુક્તિઓ કરવામાં આવી છે. ગુજરાત ભાજપ દ્વારા સંગઠનના પ્રદૃેશ કારોબારીની જાહેરાત કરવામાં આવી છે. પ્રદૃેશ ભાજપ કારોબારીના સભ્યો અને વિશેષ કારોબારી સભ્યોની પ્રદૃેશ પ્રમુખ જગદૃીશ વિશ્ર્વકર્મા દ્વારા જાહેરાત કરવામાં આવી છે. આવામાં જગદૃીશ વિશ્ર્વકર્મા માટે સૌથી મોટો લિટમસ ટેસ્ટ આગામી વિધાનસભાની ચૂંટણી છે, જે વર્ષ ૨૦૨૭ માં આવનાર છે. આવામાં સોમવારે જાહેર થયેલી પ્રદૃેશ કારોબારી પર એ મુજબ ફોકસ કરવામાં આવ્યું છે.

કારોબારીમાં વજુભાઈ વાળાનો સમાવેશ કરાયો છે. દૃાયકા બાદૃ વજુભાઈ વાળાની સક્રિયતા રાજકારણમાં ફરી જોવા મળશે. તો સાંસદૃ પરસોત્તમ ‚પાલા, પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, પૂર્વ મંત્રી આર. સી.ફળદૃું, પૂર્વ મંત્રી ભૂપેન્દ્રિંસહ ચુડાસમા, પૂર્વ મંત્રી પ્રદૃીપિંસહ જાડેજા, પૂર્વ મંત્રી દિૃલીપ સંઘાણી અને સાંસદૃ નરહરી અમિન સહિતને સ્થાન અપાયું છે. દૃર્શનાબેન જરદૃોશ, ભાનુબેન બાબરીયા, ગૌતમ શાહ અને ઋત્વિજ પટેલ સહિતના દિૃગ્ગજોને નવી ટીમમાં મળ્યું સ્થાન મળ્યું છે.

રાજકોટના રાજકારણમાં જેમનું મોટું નામ છે તેવા ભાનુબેન બાબરીયા અને ધનસુખભાઈ ભંડેરીને કારોબારીમાં સમાવાયા

અમદૃાવાદૃમાંથી યુવા નેતા ડૉ. ઋત્વિજ પટેલ, પૂર્વ મેયર ગૌતમભાઈ શાહ અને બિજલબેન પટેલ જેવા અનુભવી ચહેરાઓને સ્થાન મળ્યું

ઉત્તર ગુજરાતમાંથી જયરાજિંસહ પરમાર અને નીતિનભાઈ પટેલનો સમાવેશ

મધ્ય-દૃક્ષિણ ગુજરાતમાંથી નિમીષાબેન સુથાર અને હર્ષદૃભાઈ વસાવાની પસંદૃગી

ગાંધીનગરથી દૃુષ્યંતભાઈ પંડ્યા અને અનિતાબેન પરમારનો સમાવેશ

નવા પ્રદૃેશ પ્રમુખ નેતાઓએ જૂના કારોબારીમાંથી અનેક નેતાઓની બાદૃબાકી કરી છે. જેમં કુલ ૩૯ નેતાઓને કાપવામાં આવ્યા છે. તેમજ ૧૯ મહિલાઓ નેતાઓનો કારોબારીમાં સમાવેશ કરવામાં આવ્યો છે.

જગદૃીશ વિશ્ર્વકર્માની નવી ટીમ સામે અનેક પડકારો છે. ખાસ કરીને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવી રહી છે. આ ઉપરાંત વિધાનસભાની ચૂંટણી પણ આવી રહી છે. આવામાં આ ટીમ અત્યારથી માર્કેટમાં ઉતરશે તો ચૂંટણીમાં તેની અસર જોવા મળશે. નવી ટીમ દ્વારા આગામી રાજકીય પડકારો અને ચૂંટણીલક્ષી રણનીતિને ધ્યાનમાં રાખીને સંગઠનને ચુસ્ત બનાવવાનો સંકેત આપ્યો છે.