કડાણા જળાશય યોજનામાં વિસ્થાપિતોને 50 વર્ષથી ફળવાયેલ જમીન હજુ પણ મળી નથી

સંતરામપુર તાલુકાના કડાણા જળાશય યોજનાના અસરગ્રસ્તો દ્વારા 24 નવેમ્બર ગુરૂવારે ગોધરાની જિલ્લા સેવાસદન કચેરી ખાતે એકત્રિત થઈને સત્તાવાળાઓને આવેદનપત્ર આપવામાં આવ્યુ હતુ.

લાંબા સમયથીચાલતા તેમના પુનવર્સનના પ્રશ્ર્નને લઈને તેમણે જિલ્લા કલેકટરને યોગ્ય જમીન ફાળવવાની માંગ સાથે રજુઆત કરીહતી. વિસ્થાપિતોએ રજુઆતમાં જણાવ્યુ હતુ કે, કડાણા જળાશય બનતા તેમના ગામો ડુબાણ વિસ્તારમાં આવતા સરકાર દ્વારા તેઓને જે તે વખતે શહેરા તાલુકામાં આવેલા બામરોલી, ડેમલી અને વરીયાળી ગામોમાં પુનવર્સવાટ માટે જમીન ફળવાઈ હતી. પરંતુ આજ સુધી આ જમીન કયાં આવેલ છે તેની સ્પષ્ટ માહિતી સરકાર કે સંબંધિત તંત્રોએ આપી નથી. વિસ્થાપિતોએ આ પણ દાવો કર્યો કે, સરકાર દ્વારા દર્શાવાયેલી જમીન દબાણ ગ્રસ્ત છે. જેના કારણે તેઓને ત્યાં વસવાટ કરવો મુશ્કેલ બન્યો છે. આ ઉપરાંત ડેમલી ગામની પુનર્વસન માટે ફાળવેલી જમીન વનવિભાગ હસ્તકની હોવાનુ પણ અસરગ્રસ્તોનુ કહેવુ છે. તેથી આ જમીન વનવિભાગમાંથી છુટી કરીને સત્તાવાર રીતે વિસ્થાપિતોને હસ્તાંતર કરવાની પણ તેમણે માંગ કરી હતી. છેલ્લા લગભગ 50 વર્ષથી સતત વિવિધસ્તરે રજુઆતો કરી હોવા છતાં આજ સુધી તેમના પુનવર્સનના પ્રશ્ર્નનુ કોઈ સમાધાન આવ્યુ નથી. આ મુદ્દે અસરગ્રસ્તોએ હાઈકોર્ટમાં દરખાસ્ત પણ કરી હતી. જોકે હાઈકોર્ટે કેસ ફગાવી દીધોહતો. હવે તેમણે ન્યાય મેળવવા સુપ્રિમ કોર્ટનો દરવાજો ખખડાવ્યો છે. જિલ્લા પ્રશાસનને વિતંની કરી હતી કે, તેમની હાલાકી અને દાયકો જુના પ્રશ્ર્નને ઘ્યાનમાં રાખીને દબાણમુકત, વસવાટ યોગ્ય અને કાયદેસર જમીન તાત્કાલિક ફાળવી પુનવર્સન પ્રક્રિયા ઝડપથી પુર્ણ કરાય તેવી પણ માંગણી તેમણે કરી હતી.