કાલોલ પાલિકાના વોર્ડ નં.-2ના રસ્તાનુ કામ અધુરૂ મુકતા રહિશોમાં વિરોધ

કાલોલ પાલિકાના વોર્ડ નં.-2માં રસ્તાનુ કામ શરૂ કર્યા બાદ અધુરૂ મુકાતા રહિશોે ઉગ્ર રજુઆત કરવા પાલિકામાં પહોંચ્યા હતા. પ્રમુખે નવો રોડ ટેન્ડર મુજબ બનાવવા પાલિકાના એન્જિનીયરોને સુચના આપી હતી.

કાલોલ નગરપાલિકાના વોર્ડ નં.-2માં આવેલ શાંતિનગર અને કૃષ્ણનગ સોસાયટીના રહિશો દ્વાર થોડા સમય પહેલા સીસી રોડનુ કામ અટકાવી ગુણવત્તા મુજબનુ કામ કરવા માંગ કરીહતી. ત્યારબાદ આ વિસ્તારમાં છેલ્લા દસ દિવસથી રસ્તા ખોદી કાઢવામાં આવ્યા હતા. અને કામ શરૂ કરવામાં ન આવતા સ્થાનિકો હેરાન થઈ રહ્યા હતા. જેથી મોટી સંખ્યામાં રહિશોએ કાલોલ નગરપાલિકા ખાતે પહોંચી હલ્લાબોલ કર્યો હતો. અને રોડ બનાવવા અને પાલિકાએ બહાર પાડેલ ટેન્ડરની કોપીની માંગ કરી હતી. અને સારો બનાવવા મહિલાઓ સહિત વડીલો, યુવાનો દ્વારા પાલિકા પ્રમુખ હસમુખભાઈ મકવાણા વોર્ડ નં.-2ના કાઉન્સિલરો સહિતનાઓ સમક્ષ રજુઆત કરીહતી. અને ખોદેલા રોડને કારણે તેઓને ભારે તકલીફ તથા વાહનો ખરાબ થઈ રહ્યા હોવાનુ જણાવ્યુ હતુ. ત્યારે પાલિકા પ્રમુખે રજુઆત સાંભળી ચુંટાયેલ કાઉન્સ્લિરો અને સ્થાનિકોની હાજરીમાં નવો રોડ ટેન્ડર મુજબ બનાવવા અને ટેન્ડરની કોપી પણ સ્થાનિકોએ આપવા માટેની સુચના પાલિકાના એન્જિનીયરોને કરી હતી.