દાહોદ જિલ્લામાં એસ.આઈ.આર.ની કામગીરીમાં જોતરાયેલા બી.એલ.ઓ.અને સહયોગી કર્મચારીઓ ઉપર માનસિક દબાણ વધી રહ્યુ છે. કામગીરી પુર્ણ કરવાનો સમય જેમ જેમ નજીક આવી રહ્યો છે તેમ તેમ ગ્રાઉન્ડ લેવલે વધનો કામનો ભાર, ફોર્મ ભરવાની વધારાની જવાબદારી તેમજ એપ સર્વરની સતત ટેક્નિકલ ખામીઓ આખા અભિયાનની ગતિને ધીમી કરી નાંખી છે. કેટલાક વિસ્તારોમાં ભણેલા કે પોતાની કામગીરીમાં વ્યસ્ત મતદારોના ફોર્મ પણ બી.એલ.ઓ.ને ભરવા પડી રહ્યા છે. આટલુ ઓછુ હોય તેમ કામગીરી સમયસર પુર્ણ કરાવવા માટે કરાઈ રહેલા આદેશો કર્મચારીઓનુ પ્રેશર વધારી રહ્યા છે. આ આદેશોમાં તમામ સુપરવાઈઝરોને જણાવવાનુ કે, આજથી સોમવાર સુધી જેમ બને તેમ બી.એલ.ઓ.પાસેથી તેમજ આપ તમામને પણ ઝડપથી ફોર્મ કલેકશન કરવાના થાય છે. રવિવાર સુધીમાં બધા જ ફોર્મ કલેકશન થઈ જાય તો સુનિશ્ર્ચિત થઈ જાય તેમજ તમારા બી.એલ.ઓ.ને ઝડપથી પહેલા રવિવાના દિવસ સુધી બધા ફોર્મ કલેકશન થઈ જાય તેવા સુચનો આપવા જણાવવામાં આવે છે. આ સાથે રવિવાર સુધી એક જ ટાર્ગેટ કરજો સવાથી સાંજ માત્ર ફોર્મ ઉઘરાવો, ડીઝીટાઈઝેશન રાત્રે અથવા તો વહેલી સવાર જ કરાવવુ જેથી આપણું એક ફોર્મ ઉઘરાવવાનુ કાર્ય પુર્ણ થાય.
તેવા આદેશ આપ્યા બાદ તેમની પાસેથી લેવાતા ફોલોઅપને કારણ બી.એલ.ઓ.અને તેમની સાથેના કર્મચારીઓને 18/18 કલાક કામ કરવુ પડી રહ્યુ છે.