ગોધરા પાસે આવેલ ભામૈયા ગામે દિલ્હી-મુંબઈ ટોલબુથ જે હજુ કાર્યરત નથી.ત્યાં રખડતા શ્ર્વાનનો આતંક જોવા મળ્યો છે. એક શ્ર્વાને ટોલબુથના કર્મચારી સહિત બે ઉ5ર હુમલો કરીને બચકાં ભર્યા હતા. જેથી બંનેને તાત્કાલિક ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. અને હડકવા વિરોધ રસી આપવામાં આવી હતી. ભામૈયા દિલ્હી-મુંબઈ ટોલબુથ ખાતે સિકયુરિટી ગાર્ડની ફરજ બજાવતા 42 વર્ષિય અનુપબાલાને હાથે અને 12 વર્ષિય બાળકને પગે શ્ર્વાને બચકાં ભર્યા હતા. શ્ર્વાનના આતંકના કારણે સમગ્ર વાતાવરણમાં ભયનો માહોલ ફેલાયો છે.