કોલકાતા નાઈટ રાઈડર્સ (કેકેઆર) ટીમ આઇપીએલ ૨૦૨૬ ની હરાજીમાં કેટલાક મુખ્ય ખેલાડીઓ પર બોલી લગાવી શકે છે. ટીમે ૨૦૨૪ માં ત્રીજી વખત આઇપીએલ ટ્રોફી જીતી હતી. જોકે,આઇપીએલ ૨૦૨૫ માં કેકેઆરનું પ્રદર્શન નબળું રહ્યું. પરિણામે, કેકેઆર ટીમ આઇપીએલ ૨૦૨૬ માં મજબૂત વાપસી કરવાનો પ્રયાસ કરશે. તેથી, તેઓ હરાજીમાં ચોક્કસ ખેલાડીઓ પર નજર રાખશે. અમે આ અહેવાલમાં આવા પાંચ ખેલાડીઓ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ.
આ યાદીમાં ટોચ પર શ્રીલંકાના યુવા ફાસ્ટ બોલર મથિશા પથિરાનાનું નામ છે. પથિરાના ડેથ ઓવરમાં બોલિંગ કરવા માટે જાણીતા છે, અને તેમની ઝડપી બોલિંગ બેટ્સમેન માટે પડકારજનક હોઈ શકે છે. જો દ્ભદ્ભઇ તેને સામેલ કરે છે, તો પથિરાણા અને હષત રાણાની જોડી કોઈપણ બેટિંગ લાઇનઅપ માટે ખતરો ઉભો કરી શકે છે.
કેકેઆર ભારતીય લેગ-સ્પિનર રવિ બિશ્ર્નોઈને તેમની ટીમમાં ઉમેરવાનું પણ વિચારી શકે છે. મયંક માર્કંડેને રિલીઝ કર્યા પછી,કેકેઆર પાસે સારા લેગ-સ્પિનરનો અભાવ છે. રવિ બિશ્ર્નોઈ આ ખાલી જગ્યા ભરી શકે છે. તે મય ઓવરોમાં વિકેટ લેવા માટે જાણીતો છે, અને તેની બોલિંગ કેકેઆર માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે.
ન્યૂઝીલેન્ડનો ઓલરાઉન્ડર રચિન રવિન્દ્ર કેકેઆરના રડાર પર હોઈ શકે છે. રવિન્દ્ર એક આક્રમક બેટ્સમેન છે અને ઓફ-સ્પિન પણ બોલિંગ કરી શકે છે. આ બેવડી ક્ષમતા તેને મૂલ્યવાન ખેલાડી બનાવે છે. કેકેઆર તેને તેમની ટીમમાં ઉમેરીને બેટિંગ અને બોલિંગ બંને વિભાગોને મજબૂત બનાવી શકે છે.
તેમના ટોપ ઓર્ડરને મજબૂત બનાવવા માટે,કેકેઆર ન્યુઝીલેન્ડના વિકેટકીપર-બેટ્સમેન ટિમ સેફર્ટ પર પણ નજર રાખી રહ્યું છે. સેફર્ટ એક આક્રમક બેટ્સમેન છે અને વિકેટ કીપિંગ પણ કરી શકે છે. તેની આક્રમક બેટિંગ કેકેઆરના ટોપ ઓર્ડરને મજબૂત બનાવી શકે છે.
છેવટે, કેકેઆરને એક અનુભવી ડાબોડી ફાસ્ટ બોલરની પણ જરૂર હોઈ શકે છે. સ્પેન્સર જોહ્ન્સનને મુક્ત કર્યા પછી, કેકેઆરને એક એવા બોલરની જરૂર છે જે ટીમના બોલિંગ આક્રમણનું નેતૃત્વ કરી શકે. આ ભૂમિકા માટે ઇંગ્લિશ ફાસ્ટ બોલર રીસ ટોપલી એક ઉત્તમ પસંદગી હોઈ શકે છે. ટોપલી તેની સ્વિંગ બોલિંગ માટે જાણીતો છે અને કેકેઆર માટે એક સારો વિકલ્પ સાબિત થઈ શકે છે.