
આગામી દિવસોમાં વેપારીઓને કરવામાં આવતા યુપીઆઇ વ્યવહારો પર શુલ્ક વસૂલવામાં આવી શકે છે. સરકાર વેપારીઓને ૨,૦૦૦ થી વધુના યુપીઆઇ ચુકવણીઓ પર મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ અથવા ૦.૨૫% થી ૦.૪૦% સુધી ફી વસૂલવાની મંજૂરી આપી શકે છે. જોકે, એક વ્યક્તિના નિયમિત યુપીઆઇ એકાઉન્ટથી બીજા વ્યક્તિના નિયમિત યુપીઆઇ એકાઉન્ટમાં કરવામાં આવતી ચુકવણીઓ પર કોઈ શુલ્ક લાગશે નહીં.
કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે સંસદમાં કરવેરા અને અન્ય કાયદા (સુધારા) બિલ રજૂ કર્યું. આ બિલ બેંકો અને ચુકવણી સેવા પ્રદાતાઓ પર સૂચિત ઇલેક્ટ્રોનિક ચુકવણી પદ્ધતિઓ પર સ્ડ્ઢઇ વસૂલવા પરના પ્રતિબંધને દૂર કરવાનો પ્રયાસ કરે છે. સરકારી અધિકારીઓએ જણાવ્યું હતું કે આ દરખાસ્ત ક્યારે લાગુ કરવામાં આવશે તે અંગે હજુ સુધી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી.
સરકારી અંદાજ મુજબ, ૨,૦૦૦ ની મર્યાદા તમામ યુપીઆઇ વ્યવહારોના ૫% ને આવરી લે છે. જા કે, આ વ્યવહારો કુલ વ્યવહાર મૂલ્યના ૬૫% હિસ્સો ધરાવે છે. આનાથી દૂધ, શાકભાજી અને કરિયાણા જેવી વસ્તુઓ અથવા ઓટો-ટેક્સીઓ માટે ચૂકવણી પર અસર થવાની શક્યતા ઓછી છે. જુલાઈમાં, આશરે ૨૩.૭ અબજ યુપીઆઇ વ્યવહારો થયા હતા, જેનું કુલ મૂલ્ય ૨૯.૯ લાખ કરોડ હતું.
એક અધિકારીએ જણાવ્યું હતું કે જો અમલમાં મૂકવામાં આવે તો પણ, ૯૫% વ્યવહારો મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટને આધીન રહેશે નહીં. વધુમાં, બધા વ્યવસાયો આ ફી ગ્રાહકોને પસાર કરશે નહીં, અને રકમ ઓછી હશે.
ઉદ્યોગના આંતરિક સૂત્રો કહે છે કે સરકાર વસૂલવામાં આવતી કુલ રકમ પર મહત્તમ મર્યાદા (સીલિંગ) નક્કી કરી શકે છે. એક ઉદ્યોગ સૂત્રએ જણાવ્યું હતું કે ક્રેડિટ કાર્ડથી વિપરીત,યુપીઆઇ વ્યવહારોમાં કોઈ ભંડોળ ખર્ચ શામેલ નથી, તેથી ખર્ચ આવરી લીધા પછી મહત્તમ મર્યાદા નક્કી કરવી યોગ્ય રહેશે.
એ નોંધવું જોઈએ કે હાલમાં ક્રેડિટ કાર્ડ અને ડેબિટ કાર્ડ પર એમડીઆર વસૂલવામાં આવે છે, પરંતુ મોટાભાગના વેપારીઓ તેને ગ્રાહકોને આપતા નથી. ક્રેડિટ કાર્ડ સ્ડ્ઢઇ ના કિસ્સામાં, જ્યાં ફી નિયંત્રિત નથી, તે વ્યવહાર મૂલ્યના ૩% સુધી હોઈ શકે છે. ૨૦ લાખ સુધીના ડેબિટ કાર્ડ વ્યવહારો માટે મર્યાદા ૦.૪૦% અને ૨૦ લાખથી વધુના વ્યવહારો માટે ૦.૯૦% છે.