
ગુજરાતમાં ચાલી રહેલી ધોરણ ૧૦ બોર્ડની પરીક્ષાઓમાં આજે ગણિત વિષયની પરીક્ષા યોજાઈ હતી. વિદ્યાર્થીઓમાં સૌથી વધુ ભય ધરાવતા આ વિષયનું પેપર અપેક્ષા મુજબ સરળ રહેતા વિદ્યાર્થીઓએ રાહત અનુભવી હતી.
આજે લેવાયેલું ધોરણ ૧૦ ગણિતનું પેપર સરેરાશ વિદ્યાર્થીઓ માટે અનુકૂળ રહ્યું હતું. ગોધરાના પરીક્ષા કેન્દ્ર પરથી બહાર આવતા વિદ્યાર્થીઓના ચહેરા પર સંતોષ જોવા મળ્યો હતો. વિદ્યાર્થીઓના જણાવ્યા અનુસાર, પેપર અઘં નહોતું. મોટાભાગના પ્રશ્ર્નો પાઠ્યપુસ્તક આધારિત હતા અને અગાઉ કરેલી તૈયારી મુજબના જ પૂછાયા હતા.