ઝાલોદ એસ.ડી.એચ. ખાતે મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી ઉદય ટીલાવતની આકસ્મિક મુલાકાત

દાહોદ જીલ્લાના ઝાલોદ તાલુકામાં આવેલ સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ, ઝાલોદ ખાતે મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી ડો. ઉદય ટીલાવત દ્વારા આકસ્મિક મુલાકાત લેવામાં આવી હતી.

મુલાકાત દરમિયાન મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારીએ હોસ્પિટલના વિવિધ વિભાગોની કામગીરીનું સ્થળ પર નિરીક્ષણ કરી જ‚રી માહિતી મેળવી હતી.

ખાસ કરીનેCMTC વિભાગની મુલાકાત લઈ તેની કામગીરી, ઉપલબ્ધ સુવિધાઓ તેમજ દર્દીઓને આપવામાં આવતી આરોગ્ય સેવાઓ અંગે વિગતવાર સમીક્ષા કરવામાં આવી હતી.

આ ઉપરાંત હોસ્પિટલમાં દર્દીઓને સમયસર અને ગુણવત્તાસભર આરોગ્ય સેવાઓ મળી રહે તે માટે હોસ્પિટલના તબીબી અધિકારીઓ તથા સ્ટાફ સાથે ચર્ચા કરી જ‚રી માર્ગદર્શન અને સૂચનાઓ આપવામાં આવી હતી.

મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારીએ હોસ્પિટલ પરિસરમાં સ્વચ્છતા, સુઘડ વ્યવસ્થા, દર્દીલક્ષી અભિગમ તથા આરોગ્ય સેવાઓની ગુણવત્તા જળવાઈ રહે તે અંગે વિશેષ ભાર મૂક્યો હતો.

સરકારની આરોગ્યલક્ષી સેવાઓનો લાભ જ‚રિયાતમંદ દર્દીઓ સુધી અસરકારક રીતે પહોંચે તે માટે સતત તકેદારી રાખવા સૂચના આપવામાં આવી હતી.

આકસ્મિક મુલાકાતનો મુખ્ય હેતુ હોસ્પિટલની કામગીરીનું સ્થળ પર નિરીક્ષણ કરી આરોગ્ય સેવાઓમાં વધુ ગુણવત્તા અને કાર્યક્ષમતા સુનિશ્ચિત કરવાનો હતો.