ઝાલોદમાં વિશ્વ એન્ટિમાઇક્રોબિયલ રેઝિસ્ટન્સ જાગૃતિ સપ્તાહ અંતર્ગત મેડિકલ સ્ટોર સંચાલકો અને ફાર્માસિસ્ટ માટે તાલીમ યોજાઈ

તાલુકા આરોગ્ય અધિકારી તુષાર ભાભોરના માર્ગદર્શન હેઠળ ઝાલોદ તાલુકા આરોગ્ય કચેરીના હોલમાં તાલીમ કાર્યક્રમ યોજાયો; એન્ટિબાયોટિક દવાઓના જવાબદાર ઉપયોગ અને દવા પ્રતિકારકતાના જોખમ અંગે માર્ગદર્શન અપાયું

વિશ્વભરમાં એન્ટિમાઇક્રોબિયલ રેઝિસ્ટન્સ (AMR) એટલે કે રોગપ્રતિકારક દવા સામે સૂક્ષ્મજીવોમાં વિકસતી પ્રતિકારક શક્તિ અંગે જાગૃતિ ફેલાવવાના હેતુથી દર વર્ષે 18થી 24 નવેમ્બર દરમિયાન વિશ્વ એન્ટિમાઇક્રોબિયલ રેઝિસ્ટન્સ જાગૃતિ સપ્તાહ (World AMR Awareness Week – WAAW) મનાવવામાં આવે છે. જેના ભાગરૂપે તા. 23 નવેમ્બર, 2026ના રોજ ઝાલોદ તાલુકા આરોગ્ય અધિકારી તુષાર ભાભોરના માર્ગદર્શન હેઠળ ઝાલોદ અને લીમડી તાલુકાના મેડિકલ સ્ટોર સંચાલકો તેમજ ખાનગી ફાર્માસિસ્ટો માટે તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તાલીમ ઝાલોદ તાલુકા આરોગ્ય કચેરીના હોલમાં બપોરે 4 વાગ્યે યોજાઈ હતી.

આ તાલીમનો મુખ્ય ઉદ્દેશ એન્ટિબાયોટિક સહિતની એન્ટિમાઇક્રોબિયલ દવાઓના બિનજરૂરી અને અયોગ્ય ઉપયોગને અટકાવવો, દવાઓ પ્રત્યે સૂક્ષ્મજીવોમાં વધતી પ્રતિકારકતા અંગે જાગૃતિ લાવવી તેમજ દવાઓનો યોગ્ય અને જવાબદારીપૂર્વક ઉપયોગ થાય તે માટે મેડિકલ સ્ટોર સંચાલકો અને ફાર્માસિસ્ટોને માહિતગાર કરવાનો હતો.

શું છે એન્ટિમાઇક્રોબિયલ રેઝિસ્ટન્સ (AMR)? એન્ટિમાઇક્રોબિયલ રેઝિસ્ટન્સ એવી સ્થિતિ છે જેમાં બેક્ટેરિયા, વાયરસ, ફૂગ અને પરોપજીવી જેવા સૂક્ષ્મજીવો સમય જતાં દવાઓની અસર સામે પ્રતિકારક બની જાય છે. પરિણામે જે દવાઓ અગાઉ ચેપની સારવારમાં અસરકારક હતી તેની અસર ઓછી થવા લાગે છે અને સામાન્ય ચેપની સારવાર પણ મુશ્કેલ બની શકે છે. ખાસ કરીને એન્ટિબાયોટિક દવાઓનો બિનજરૂરી ઉપયોગ, ડોક્ટરની સલાહ વિના દવાઓ લેવી અને દવાઓનો અયોગ્ય ઉપયોગ આ સમસ્યાને વધુ ગંભીર બનાવી શકે છે.

મેડિકલ સ્ટોર સંચાલકોની ભૂમિકા મહત્વપૂર્આ જાગૃતિ અભિયાનમાં મેડિકલ સ્ટોર સંચાલકો અને ફાર્માસિસ્ટોની ભૂમિકા અત્યંત મહત્વપૂર્ણ છે. ગ્રાહકોને ડોક્ટરની સલાહ અને પ્રિસ્ક્રિપ્શન મુજબ જ એન્ટિબાયોટિક દવાઓ આપવા, સામાન્ય શરદી, ઉધરસ કે વાયરલ તાવ જેવી બીમારીઓમાં પોતાની રીતે એન્ટિબાયોટિક લેવાની પ્રથાને પ્રોત્સાહન ન આપવા તેમજ દવાઓના યોગ્ય ઉપયોગ અંગે લોકોને સમજાવવા પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો.

    આ ઉપરાંત, એન્ટિબાયોટિક દવાઓનો કોર્સ તબીબી સલાહ મુજબ પૂર્ણ કરવો, બચેલી દવાઓનો પોતાની રીતે ફરીથી ઉપયોગ ન કરવો અને અન્ય વ્યક્તિને દવાઓ આપવાનું ટાળવું જેવી બાબતો અંગે પણ જનજાગૃતિ કેળવવી જરૂરી છે.

આ વર્ષે ‘વન હેલ્થ, વન એક્શન’ની થીમવિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) દ્વારા વર્ષ 2026ના વિશ્વ એન્ટિમાઇક્રોબિયલ રેઝિસ્ટન્સ જાગૃતિ સપ્તાહની થીમ ‘One Health, One Action: Prevent AMR Now’ રાખવામાં આવી છે. એટલે કે ‘એક સ્વાસ્થ્ય, એક પ્રયાસ : એન્ટિમાઇક્રોબિયલ રેઝિસ્ટન્સને અત્યારે જ અટકાવીએ’.

આ થીમ માનવ સ્વાસ્થ્ય, પશુ સ્વાસ્થ્ય, વનસ્પતિ અને પર્યાવરણ એકબીજા સાથે જોડાયેલા હોવાનો સંદેશ આપે છે. એન્ટિમાઇક્રોબિયલ દવાઓનો જવાબદારીપૂર્વક ઉપયોગ અને ચેપ અટકાવવાના સામૂહિક પ્રયાસો દ્વારા જ ભવિષ્યમાં દવાઓની અસરકારકતા જાળવી શકાય છે.

ઝાલોદ અને લીમડી તાલુકાના મેડિકલ સ્ટોર સંચાલકો તથા ખાનગી ફાર્માસિસ્ટોને જોડીને યોજાયેલી આ તાલીમ આરોગ્ય ક્ષેત્રે દવાઓના યોગ્ય ઉપયોગ અંગે જાગૃતિ વધારવા અને એન્ટિમાઇક્રોબિયલ રેઝિસ્ટન્સ સામેની લડતમાં સ્થાનિક સ્તરે સહભાગિતા મજબૂત કરવા માટે મહત્વપૂર્ણ પહેલ બની રહી છે.