દીપાવલી સ્નેહ મિલન અને એવોર્ડ સેરેમનીમાં રોટરી ક્લબ ડાયમંડના સહાયક ગવર્નર અને પ્રમુખ ને સેવાકીય પ્રવૃત્તિઓ સંદર્ભે સન્માનિત કરાયા

રોટરી ઇન્ટરનેશનલ ડિસ્ટ્રિક્ટ -૩૦૪૦ ના સહાયક ગવર્નર સંસ્કાર કોઠારી અને પ્રથમ મહિલા દીપ્તિબેન કોઠારીનો દીપાવલી સ્નેહ મિલન અને એવોર્ડ સેરેમનીના આયોજન નો મુખ્ય ઉદેશ્ય ક્લબના સદસ્યોમાં આત્મીયતા, ભાઈચારો, પરિચય અને તેઓના દ્વારા કરેલ સેવાકીય કાર્યોના કારણે યોગ્ય ઓળખાણ અને સન્માન મળે કે જેઓના કારણે તેઓ હકદાર છે. રોટરી ક્લબ ઓફ ગોધરાના આતિથ્યમાં માંગલ્ય રિસોર્ટ, ગોધરા ખાતે ડિસ્ટ્રિક્ટ -૩૦૪૦ ના રીજીયન-૧ નો અગિયાર ક્લબનો યોજાયેલ દીપાવલી સ્નેહમિલન અને એવોર્ડ સેરેમનીમાં ૧ જુલાઈ -૨૦૨૬ થી ૧૦ નવેમ્બર -૨૦૨૬ સુધીના સમય દરમ્યાન કરેલ વિભિન્ન સેવાકીય પ્રવૃતિઓની ઉપલબ્ઓિના સમ્માન સ્વ‚પ એવોર્ડ આપવામાં આવ્યા હતા. જે અન્વયે રોટરી ઇન્ટરનેશનલ-૩૦૪૦ના વર્ષ ૨૦૨૬-૨૭ ના સહાયક ગવર્નર હીરાલાલ સોલંકીને રિજીયન એકમાં “બેસ્ટ આસિસ્ટન્ટ ગવર્નરનો ક્લબના પ્રમુખ રતનસિંગ બામણિયાને “બેસ્ટ પ્રમુખ (ગોલ્ડ)નો અને ક્લબને વિભિન્ન ૧૫ સેવાકીય પ્રવૃત્તિઓ જીલ્લાની વૃક્ષા રોપણ ડ્રાઈવ, રક્તદાન, ફૂડ વિતરણ, હેલ્થ ચેકઅપ કેમ્પ, વોકેશનલ કેમ્પ, નવરાત્રી ગરબા, તહેવારોની ઉજવણી, ડોકટર ડે,સી.એ ડે,નિયમિત ક્લબ મિટિંગ, શિક્ષક દિવસ પર શિક્ષકોનું સન્માન, સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી, વ્યસન મુક્તિના જાગ‚કતાના કેમ્પ, મહાત્મા ગાંધીજી જન્મ જયંતિ ની ઉજવણી, વિધાર્થીઓને જ‚રી સામગ્રીનું વિતરણ અંગેના એવોર્ડ ક્લબના સદસ્યો, હીરાલાલ સોલંકી, ક્લબના મંત્રી લતાબેન સોલંકીને આપી સન્માનિત કરાયા હતા.

રોટરી ક્લબ ઓફ, ગોધરા ના સહાયક ગવર્નર ડો. રમાકાંત પંડ્યા, સહાયક ગવર્નર પ્રદીપ પરીખ, પ્રમુખ ડો.સતીશ નાગર, મંત્રી અરવિંદભાઈ બારિયા, ક્લબના સદસ્યો નીરજ શાહ, રમેશભાઈ પટેલ, મહેશભાઈ ગોસાઈ, અપૂર્વ પાઠક, ઉમંગ સક્સેના, રીજીયન કો-ઓર્ડીનેટર કાર્તિક નીમા, ઉપસ્થિત રહી કાર્યક્રમની શોભા વધારી હતી. ગોધરા ક્લબ દ્વારા આમંત્રિતોને ખેસ આપી સન્માનિત કરાયા હતા. સેરેમનીમાં વિશેષ ઉપસ્થિતિ ડિસ્ટ્રિક્ટ લર્નિંગ ફેસિલિટેટર ધીરેન દત્તા અને દિનેશ રાઠોડ અને સહાયક ગવર્નર હર્ષ મિત્તલની રહી હતી. સેરેમનીનું સુંદર સંચાલન ઉદય વેદાંતી, કાલિન્દી વેદાંતીએ કર્યું હતું.