
એક તરફ તાલુકા પંચાયત ૨૩ વેજલપુરના અપક્ષ સભ્ય સલીમભાઈ કઠીયા દ્વારા પંચમહાલ જીલ્લા સહિત વિવિધ કચેરીઓમાં અનેક વખત આવેદનપત્રો તેમજ સોગંદનામા સાથે લેખિત તેમજ મૌખિક રજૂઆતો કરવામાં આવી હતી અને વેજલપુર ગામમાં મનરેગા યોજના હેઠળ થયેલ ભ્રષ્ટાચારની પોલ ખોલી નાખી હતી. જેથી ભ્રષ્ટાચારી બાબુઓ પરસેવા થી રેબઝેબ થઈ ગયા હતા. ભ્રષ્ટાચાર થી બચવા અનેક પેતરા રચી રહયા છે. સલીમભાઈ કઠીયાની રજુઆત બાદ વેજલપુર ગામમાં મનરેગાના લાખો પિયાનો ભ્રષ્ટાચાર બહાર આવ્યો હતો. બીજી તરફ વેજલપુર ગ્રામ પંચાયતના સભ્યો દ્વારા જીલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી મીડિયા સામે નિવેદનો આપી જણાવેલ કે, વેજલપુર ગામમાં કામો બધા થયા છે, કોઈ ભ્રષ્ટાચાર થયો નથી, બધા કામો પૂર્ણ થયા છે, તેમ છતાં વેજલપુર ગામના સલીમભાઈ કઠીયા દ્વારા ખોટી ખોટી અરજીઓ કરવામાં આવે છે અને અધિકારીઓને વારંવાર હેરાન કરી તેઓનો સમય બગાડે છે તેવું જણાવ્યું હતું. ત્યારે ગોધરાની તપાસ ટીમે તા.૨૫/૧૧/૨૦૨૫ નારોજ ૨૫ કામો મનરેગા યોજના હેઠળ થયેલાની તપાસ પૂર્ણ કરી હતી, તો પછી હાલમાં કાયા કારણોસર અગાઉ થયેલા કામો શ કરવાની ફરજ પડી કારણ કે હાલમાં જે કામો શ કરવામાં આવ્યા છે, તે કામો ઓનલાઈન રેકર્ડ ઉપર પૂર્ણ થયેલા છે અને મટિરિયલ સામગ્રી તેમજ તેનું વેતન નું ચૂકમનું પણ ચૂકવાય ગયું છે.
જે કામો હાલ શ કરતાં મનરેગાની તપાસ ટીમ ઉપર શંકાના સવાલો સેવાય રહયા છે. જેના કારણે ભ્રષ્ટાચાર ઉપર ઢાંક પીછોડા શ કરતા તેનો વીડિયો વાયરલ થયો. વેજલપુર ગામમાં મનરેગા યોજનામાં ૨૫ જેટલા કામો સ્થળ ઉપર કરવામાં આવ્યા નથી. તેમ છતાં મજૂરી અને મટીરીયલ બિલો ઉપાડવામાં આવ્યા હતા. ત્યારે સમગ્ર બહુચર્ચિત ભ્રષ્ટાચારને લઈને તાલુકા સભ્યે પંચમહાલ જીલ્લાના વહીવટી તંત્ર સહિત મુખ્ય મંત્રી સુધી પુરાવા સહિત લેખિતમાં રજૂઆતો કરવામાં આવી હતી. કેટલાય વિસ્તારમાં પેવર બ્લોકના કામો અડધા થયા છે. લેવલ વિનાના અને તૂટી ગયેલ સીસી રોડ જોવા મળ્યા છે અને માટી મેટલના કામ થયા વિના બિલો પાસ થઈ ગયા હોવાની ચર્ચાઓ ચાલી રહી છે. ત્યારે સમગ્ર ભ્રષ્ટાચારની તપાસ ગોધરા તાલુકાની પંચાયતની ટીમ દ્વારા તા.૨૫/૧૧/૨૦૨૫ નારોજ સ્થળ તપાસ કરવામાં આવી હતી. જેનો કોઈ પણ પ્રકારનો જવાબ કે અહેવાલ આપવામાં આવ્યો નથી. વધુમાં છેલ્લા એક મહિનાથી જે કામો અગાઉ નથી થયા તે કામો પુરા કરવા અને મનરેગામાં વેજલપુર ગામમાં ભ્રષ્ટાચાર નથી થયો તેવું સાબિત કરવા અને અરજદાર અને સરકારી વહીવટી તંત્રને ગેરમાર્ગે દોરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આજ રોજ વાયરલ થયેલા વીડિયોમાં પેવર બ્લોકનું કામ કરતા માણસો આ કામ કોના કહેવાથી કરો છો, તેના જવાબમાં એક જાણીતા કોન્ટ્રાકટરનું નામ બોલતા જોવા મળે છે. તલાટી કમ મંત્રી સાથેના વીડિયોમાં તલાટી આ કામ મનરેગાનું હોય મારે જોવાનું નથી તેવુ જણાવી રહ્યા છે. આ સમગ્ર બહુચર્ચિત ભ્રષ્ટાચારના પુરાવાનો નાશ કરવાને લઈને જે કામ કરવામાં આવ્યું છે. તેને લઈને તાલુકા સભ્ય દ્વારા કાલોલના તાલુકા વિકાસ અધિકારી વેજલપુર ગ્રામ પંચાયતના જવાબદાર અધિકારી તલાટી ક્રમ મંત્રી તેમજ પંચમહાલ જીલ્લાના જીલ્લા વિકાસ અધિકારીને બ મળીને મનરેગા યોજના અંતર્ગત માટી મેટલનું તેમજ હાલમા ખરસાલીયા રોડ ઉપર નવા રોહિત વાસમાં પેવર બ્લોકનું કામ કરીને પુરાવાનો નાશ કરવામાં આવી રહ્યા હોવાનું જણાવ્યું હતું. હવે વહીવટી તંત્ર વેજલપુર ગામમાં મનરેગા યોજનામાં ભ્રષ્ટાચારને ઢાંક પીછોડો કરવાના જે પ્રયાસ કરવામાં આવ્યા છે, તેના ઉપર કાર્યવાહી હાથ ધરવામાં આવશે ખરી કે પછી ટેબલો નીચે ગાંધી છાપ નોટો ના વેહવારો થતા રહેશે. ખરસાલીયા રોડ ઉપર નવા રોહિત વાસમાં પેવર બ્લોકનું કામ શ કરીને પુરાવાનો નાશ કરવામાં આવી રહ્યાનો આક્ષેપ.