
રાજસ્થાનના રાજકારણમાં ખળભળાટ મચી ગયો હતો જ્યારે ભૂતપૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજેના નામે લખાયેલો એક કથિત પત્ર સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. ઇજીજી વડા મોહન ભાગવતને સંબોધિત આ પત્રમાં મહિલા અનામત બિલ અને સીમાંકન જેવા મુદ્દાઓ પર ભારતીય જનતા પાર્ટીના સત્તાવાર વલણથી અલગ અભિપ્રાય વ્યક્ત કરવામાં આવ્યો છે.
પત્ર સામે આવતાની સાથે જ રાજકીય વાતાવરણ ગરમાયું. ઘણા કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરોએ તેને સાચું માનીને ભાજપ પર નિશાન સાધ્યું અને પક્ષમાં મતભેદૃોનો આરોપ લગાવ્યો. આ મુદ્દો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઠ (અગાઉ ટ્વિટર) પર ઝડપથી ટ્રેન્ડ થયો અને વિવિધ પ્રતિક્રિયાઓ સામે આવી.જોકે, વધતા વિવાદૃ વચ્ચે, વસુંધરા રાજે પોતે આગળ આવી અને પત્રને સંપૂર્ણપણે નકલી જાહેર કર્યો. તેમણે ઠ પર સ્પષ્ટતા કરી કે “સત્યને કોઈ નુકસાનની જર નથી” અને વાયરલ પત્રને “શુભેચ્છકોનું કાર્ય” ગણાવ્યું. તેમણે એમ પણ કહૃાું કે તેઓ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદૃીના નેતૃત્વ હેઠળ મહિલાઓને નિર્ણય લેવામાં સમાન ભાગીદૃારી આપવાના પ્રયાસોને સમર્થન આપે છે અને દૃેશની દૃરેક મહિલા તેનું સ્વાગત કરે છે.
રાજેએ તેમના નિવેદૃનમાં એમ પણ ઉમેર્યું હતું કે કેટલાક લોકો મૂંઝવણ ફેલાવવાનો અને અવરોધો ઉભા કરવાનો પ્રયાસ કરી શકે છે, પરંતુ દૃેશની મહિલા શક્તિ અટકી નથી અને અટકશે નહીં. તેમના સ્પષ્ટ ઇનકાર પછી, મામલો ધીમે ધીમે શાંત થતો જણાતો હતો.