
વડોદરા સેન્ટ્રલ બસ સ્ટેશન ખાતે દુર્ઘટના સર્જાઈ હોવાની વિગતો સામે આવી રહી છે. બસ સ્ટેશનના ઉપરના ભાગનું ભારેખમ સ્ટ્રક્ચર અચાનક તૂટી પડ્યું છે. જેના કારણે કાટમાળ નીચે દબાઈ જવાથી એક વ્યક્તિનું કરુણ મોત થયું છે. ત્યારે ઘટનાને પગલે મુસાફરોમાં ભારે નાસભાગ અને અફરાતફરીનો માહોલ છે. તો ઘટનાની જાણ થતા જ ફાયર બ્રિગેડ અને પોલીસનો કાફલો પહોંચ્યો ઘટના સ્થળે પહોંચ્યો છે અને બસ પરિસરને કોર્ડન કરી કાટમાળ ખસેડવાની કામગીરી શરૂ કરી છે.
વડોદરા સેન્ટ્રલ બસ સ્ટેશન ખાતે આજે(૧૦મી એપ્રિલે) બપોરે બસ સ્ટેશનનો ઉપરનો શેડ ધરાશાઈ થવાની દુર્ઘટના સર્જાઈ હતી ભારે ભરખર સ્ટ્રક્ચર અચાનાક તૂડી પડતા ચારેય તરફ કાટમાળ ફેલાયો હતો અને ઘટના બાદ અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જે બાદ બસ સ્ટેશને હાજર લોકોએ તાત્કાલિક બચાવ કાર્ય શરૂ કર્યું હતું.
બાદમાં ઘટનાની જાણ થતા જી્ તંત્રના ઉચ્ચે અધિકારીઓ સહિત, સ્થાનિક પોલીસ અને ફાયર બ્રિડેગના જવાનો પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા, ત્યારે કાટમાળ નીચે દટાયેવી હાલતમાં તેનો મૃતદેહ બહાર કાઢી તેને પોસ્ટ માર્ટમની પ્રક્રિયા માટે હોસ્પિટલ ખસેડાયો હોવાની વિગતો સામે આવી કહી છે.
મળતી માહિતી મુજબ, આજે જ્યાં દૂર્ઘટના સર્જાઈ છે એ વડોદરા સેન્ટ્રલ બસ સ્ટેશનનું નિર્માણ ૧૧૪ કરોડના ખર્ચે થયું હતું અને અંદાજીત એક-દોઢ વર્ષ અગાઉ વડાપ્રધાન મોદીના હસ્તે જ આ તેને ખુલ્લું મુકાયું હતું. જે હાલ ચૂંટણીના ટાંણે જ ધરાશાયી થતા એકનો ભોગ લેવાયો છે. આ દુર્ઘટનામાં એક વ્યક્તિનું મોત નિપજ્યું હોવાની માહિતી સામે આવી છે, જાકે અન્ય કોઈ મોટી જાનહાની થઈ છે કેમ તે અંગે પણ હાલ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.