અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણી પહેલા કોંગ્રેસમાં જૂથવાદ, યાદી અટકી; સીધા મેન્ડેટ અપાશે

અમદાવાદ મહાનગરપાલિકા ચૂંટણી પહેલા ગુજરાત કોંગ્રેસમાં આંતરિક વિખવાદ અને જૂથવાથ ચરમસીમાએ પહોંચી ગયો છે. ઉમેદવારોની યાદી જાહેર કરવામાં વિલંબ અને નેતાઓ વચ્ચે સહમતિના અભાવે પાર્ટી માટે પરિસ્થિતિ જટિલ બની રહી છે. પાર્ટીએ હવે પરંપરાગત રીતે ઉમેદવારોની યાદી જાહેર કરવાનો રસ્તો છોડીને નવી રીત અપનાવી છે. હવે ઉમેદવારોને સીધા મેન્ડેટ આપવામાં આવશે, જેથી આંતરિક વિરોધ અને ગેરસમજને ટાળવામાં આવે.

કોંગ્રેસ દ્વારા જિલ્લા, તાલુકા અને નગરપાલિકાના પ્રભારીઓને ઉમેદવારો પસંદ કરવાની અને તેમને સૂચનાઓ આપવાની જવાબદારી સોંપવામાં આવી છે. ખાસ કરીને મહાનગરપાલિકાઓમાં ઉમેદવારોને ટેલીફોનિક રીતે સંપર્ક કરીને ફોર્મ ભરવા માટે સૂચના આપવામાં આવી રહી છે. અમદાવાદના બહેરામપુરા, દાણીલીમડા, ગોમતીપુર, મકતમપુરા, સૈજપુર બોઘા અને ચાંદખેડા જેવા વિવાદિત વોર્ડોમાં સિનિયર નેતાઓ વચ્ચે ભારે લોબિંગ ચાલી રહ્યું છે. આ લોબિંગને કારણે ઉમેદવારોની અંતિમ પસંદગીમાં વિલંબ થઈ રહ્યો છે. આવી પરિસ્થિતિમાં પાર્ટીએ નિર્ણય કર્યો છે કે વિવાદિત બેઠકો પર ઉમેદવારોને સીધા પાર્ટી ઓફિસ પર મેન્ડેટ આપવામાં આવશે, જેથી પ્રક્રિયા ઝડપી બને અને આંતરિક મતભેદોને નિયંત્રિત કરી શકાય.

બીજી તરફ, ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયામાં કોંગ્રેસમાં નિરસતા જાવા મળી રહી છે. છેલ્લા ચાર દિવસમાં માત્ર ૨૭ ઉમેદવારોએ જ ફોર્મ ભર્યા છે, જ્યારે પાર્ટીએ ૯૦થી વધુ ઉમેદવારો જાહેર કર્યા હોવાનું કહેવામાં આવે છે. હવે ફોર્મ ભરવાની પ્રક્રિયા માટે માત્ર બે દિવસ જ બાકી રહ્યા છે, ત્યારે અંતિમ ક્ષણોમાં મોટી સંખ્યામાં ઉમેદવારો ફોર્મ ભરવા આવે તેવી શક્્યતા વ્યક્ત થઈ રહી છે.

આ સંભવિત ભીડને ધ્યાનમાં રાખીને રિટ‹નગ ઓફિસરોએ તૈયારીઓ શરૂ કરી છે. અમદાવાદ શહેરની ૧૬ અલગ અલગ સરકારી કચેરીઓમાં વોર્ડ પ્રમાણે ફોર્મ ભરવાની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે, જેથી પ્રક્રિયા સરળ અને વ્યવÂસ્થત રીતે પૂર્ણ થઈ શકે. આ રીતે ગુજરાત કોંગ્રેસમાં ચાલી રહેલા આંતરિક સંઘર્ષ વચ્ચે એએમસી ચૂંટણીનું રાજકારણ વધુ રસપ્રદ બનતું જઈ રહ્યું છે. આગામી દિવસોમાં આ પરિસ્થિતિ ચૂંટણીના પરિણામોને કેવી રીતે અસર કરે છે તે જાવું મહ¥વપૂર્ણ રહેશે.