
શહેરા તાલુકાના બોરીયા, મોર ઊંડારા, કોઠા સહિતના પાનમ વિસ્તારના દસ ગામોને મહીસાગર જીલ્લાના નવીન બનેલ ગોધર તાલુકામાં સમાવેશ નહીં કરીને પુન: તાલુકા સમાવેશ કરવામાં આવતા ગ્રામજનોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો હતો. જ્યારે આ દસ ગામોના સરપંચો, અગ્રણીઓ અને ગ્રામજનોએ ધારાસભ્ય જેઠાભાઇ ભરવાડનો આભાર માનીને તેમનું ભવ્ય સ્વાગત કર્યું હતું.
શહેરા તાલુકાના મોર ઊંડારા, બોરીયા, ચારી, બલુજીના મુવાડા સહિતના કુલ 10 ગામોને મહીસાગર જીલ્લાના નવીન જાહેર કરવામાં આવેલ ગોધર તાલુકામાં સમાવેશ કરવામાં આવતા આ ગામના અનેક લોકો ચિંતિત બન્યા હતા. જોકે, આ 10 ગામના અગ્રણીઓ અને જાગૃત ગ્રામજનોએ ધારાસભ્ય જેઠાભાઇ ભરવાડ અને જીલ્લા પંચાયત અને તાલુકા પંચાયત કચેરી ખાતે પણ ગોધર તાલુકામાં આ 10 ગામોને સમાવેશ કરવામાં ન આવે તે માટે રજૂઆત કરી હતી. ધારાસભ્ય જેઠાભાઇ ભરવાડે આ 10 ગામોને શહેરા તાલુકામાં રાખવામાં આવે તેવી રજૂઆત મુખ્યમંત્રી ને કરવામાં આવી હતી, જ્યારે રાજ્ય સરકારે ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડની રજૂઆતને ધ્યાનમાં લઈને શહેરા તાલુકાના 10 ગામોને ગોધર તાલુકામાં સમાવેશ ન કરીને શહેરા તાલુકામાં રાખવામાં આવતા આ 10 ગામના ગ્રામજનોમાં ખુશીની માહોલ જોવા મળી રહ્યો હતો. બોરીયા, મોર ઊંડારા, બલુજીના મુવાડા, ચારી, કોઠા, રામજીની નાળ સહિત પાનમ વિસ્તારના અન્ય ગામના અગ્રણીઓ અને ગ્રામજનો વાજતે ગાજતે ચાંદણગઢ ખોડિયાર માતાજીના મંદિર ખાતે આવીને ધારાસભ્ય જેઠાભાઇ ભરવાડને ફૂલોનો હાર તેમજ સાલ ઓઢાડીને તલવાર આપીને ભવ્ય સ્વાગત કરીને તેમનો આભાર માન્યો હતો. જોકે, હાલતો મોર ઊંડારા, બલુજીના મુવાડા, બોરીયા, કોઠા, ચારી સહિતના કુલ 10 ગામોમાં દિવાળીના દિવસે જે માહોલ એવો માહોલ આ ગામોમાં હાલ જોવા મળી રહ્યો હોય એમ કહીએ તો નવાઈ નહી.
બોક્સ…
શહેરા તાલુકાના પાનમ વિસ્તારના કોઠા સહિતના કુલ 10 ગામોને એક મહિના પહેલા મહીસાગર જીલ્લામાં નવીન જાહેર કરેલ ગોધર તાલુકામાં સમાવેશ કરવાની લઈને વિરોધ કરવામાં આવ્યો હતો. ધારાસભ્ય જેઠાભાઇ ભરવાડને રજૂઆત બાદ દસ ગામોને પુન: શહેરા તાલુકામાં સમાવેશ કરવામાં આવતા આ દસ ગામોમાં ખુશી ન માહોલ જોવા મળવા સાથ ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડ નું ભવ્ય સ્વાગત આ 10 ગામના સરપંચો અને અગ્રણીઓ દ્વારા કરવામાં આવ્યું હતું.