શહેરામાં તાલુકા આરોગ્ય અધિકારી ભરત ગઢવીની વિશેષ ઉપસ્થિતિમાં આંતરરાષ્ટ્રીય સહકાર દિનની ઉજવણી કરાઈ : બ્લડ ડોનેશન કેમ્પમાં ૭૦ યુનિટ રક્ત એકત્રિત

શહેરામાં આંતરરાષ્ટ્રીય સહકાર દિન નિમિત્તે તાલુકા આરોગ્ય કચેરી ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. સહકાર ભારતી-પંચમહાલ અને તાલુકા આરોગ્ય કચેરીના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા આ કેમ્પમાં સ્થાનિક નાગરિકો અને યુવાનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. સમગ્ર કેમ્પ દરમિયાન કુલ ૭૦ યુનિટ જેટલું માતબર રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું, જે જ‚રિયાતમંદ દર્દીઓ માટે આશીર્વાદ‚પ સાબિત થશે.

શહેરા આરોગ્ય કચેરી ખાતે ‘આંતરરાષ્ટ્રીય સહકાર દિન’ નિમિતે સહકાર ભારતી અને તાલુકા આરોગ્ય કચેરીના સંયુક્ત ઉપક્રમે સ્વેચ્છિક રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. બ્લડ ડોનેશન કેમ્પની શ‚આત મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવી હતી. આ બ્લડ ડોનેશન કેમ્પમાં તાલુકા આરોગ્ય અધિકારી ડો. ભરતભાઈ ગઢવી વિશેષ ‚પે હાજર રહ્યા હતા અને રક્તદાનની વૈજ્ઞાનિક તથા સામાજીક અનિવાર્યતા અંગે સમજ આપી હતી. આ ઉપરાંત સામાજીક અને સહકારી પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા નીતિનભાઈ સોની, અરવિંદસિંહ સિસોદિયા તેમજ અલ્પેશભાઈ કોઠારીએ ઉપસ્થિત રહી રક્તદાતાઓનો ઉત્સાહ વધાર્યો હતો અને પ્રેરણાદાયી માર્ગદર્શન પૂ‚ં પાડ્યું હતું. તાલુકા વિસ્તારો માંથી આવતી સગર્ભા બહેનોને પ્રસૂતિ દરમિયાન અથવા અન્ય કોઈ ગંભીર શારીરિક જટિલતાના સમયે તાત્કાલિક લોહીની જ‚રિયાત ઊભી થતી હોય છે. આવી કટોકટીની સ્થિતિમાં લોહીની અછત ન સર્જાય અને ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી સંચાલિત બ્લડ બેંક, રેડક્રોસ ભવન, ગોધરા ખાતેથી કોઈ પણ વિલંબ વગર ત્વરિત રક્ત પૂ‚ં પાડી શકાય, તેવા ઉમદા આશયથી આ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. કેમ્પ દરમિયાન રક્તદાન કરનાર તમામ જાગૃત નાગરિકોને ન્યુટ્રિશન કીટ અને પ્રોત્સાહક પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા.આ કેમ્પમાં રક્તદાતાઓએ ઉત્સાહ દર્શાવ્યો હતો, જેના કારણે સમગ્ર દિવસ દરમિયાન કુલ ૭૦ યુનિટ રક્ત એકત્રિત થયું હતું. જ્યારે સહકાર ભારતી અને તાલુકા આરોગ્ય કચેરી દ્વારા કેમ્પમાં પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે સહભાગી બનનાર તમામ સ્ટાફ અને રક્તદાતાઓનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.