રાજ્યમાં એક તરફ બોર્ડની પરીક્ષાઓ ચાલી રહી છે, ત્યારે બનાસકાંઠાના કાંકરેજ તાલુકામાંથી લોહિયાળ ઘટના સામે આવી છે. કાંકરેજની રતનપુરા મોર્ડન સ્કૂલ બહાર ધોરણ ૧૨નું પેપર આપીને બહાર નીકળતા બે વિદ્યાર્થીઓ પર અજાણ્યા શખ્સોએ છરી વડે જીવલેણ હુમલો કરતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે.
પ્રાથમિક તપાસમાં બહાર આવેલી વિગતો મુજબ, આ હુમલા પાછળ જૂની અદૃાવત જવાબદૃાર હોવાનું મનાઈ રહૃાું છે. આરોપીનો શાળામાંથી દૃાખલો કઢાવી નાખવા પાછળ ફરિયાદૃી વિદ્યાર્થી કારણભૂત હોવાના મનદૃુ:ખમાં આ હુમલો કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ છે. આરોપીએ પોતાના સાગરીતો સાથે મળીને પૂર્વ આયોજિત કાવતરાના ભાગપે વિદ્યાર્થીઓ પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો હતો.
આ હુમલામાં બંને વિદ્યાર્થીઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા, જેમને તાત્કાલિક સારવાર અર્થે શિહોરી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતા જ શિહોરી પોલીસ ઘટનાસ્થળે દૃોડી ગઈ હતી. ઇજાગ્રસ્ત કિશોરે આ મામલે શિહોરી પોલીસ મથકે ફરિયાદૃ નોંધાવી છે. પોલીસે આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી તેમની ધરપકડ માટે ચક્રો ગતિમાન કર્યા છે.