સંતરામપુર-સંતરોડ હાઈવેને દિલ્હી-મુંબઈ એકસપ્રેસ હાઈવે સાથે જોડવા માંગ કરાઈ

ગરવી ગુજરાત હાઈસ્પીડ કોરિડોર અંતર્ગત મંજુર થયેલ સંતરામપુર-મોરવા(હ)-સંતરોડ ફોરલેન હાઈવેને નાટાપુર ગામે દિલ્હી-મુંબઈ એકસપ્રેસ હાઈવે સાથે કનેક્ટિવિટી આપવા મોરવા(હ)ના ધારાસભ્ય નિમીષાબેન સુથારે સ્થાનિક ગ્રામજનો સાથે મુખ્યમંત્રીને રજુઆત કરી છે.

રાજય સરકાર દ્વારા ગરવી ગુજરાત હાઈસ્પીડ કોરિડોર અંતર્ગત સંતરામપુર-મોરવા(હ)-સંતરોડ ફોરલેન રોડનુ નિર્માણ થઈ રહ્યુ છે. આ રોડને નાટાપુર ગામે દિલ્હી-મુંબઈ એકસપ્રેસ હાઈવે સાથે કનેક્ટિવિટી મળે તો પંચમહાલના મોરવા(હ), મહિસાગરના સંતરામપુર, લુણાવાડા, દાહોદના ફતેપુરા, સંજેલી તથા રાજસ્થાનના બાંસવાડા અને ડુંગરપુર જિલ્લાના વિસ્તારોને પરીવહન, વેપાર, કૃષિ, અને રોજગારને પ્રોત્સાહન મળે તેમ છે. આ બાબતે મોરવા(હ)ના ધારાસભ્ય નિમીષાબેન સુથારને રજુઆત કરાતા તેઓ દ્વારા સ્થાન્કિ અગ્રણિઓ સાથે મુખ્યમંત્રીને ‚બ‚ મુલાકાત કરી આ બાબતે રજુઆત કરી હતી. જે દરમિયાન મોરાના જિલ્લા પંચાયત સદસ્ય અને આગેવાનો સાથે હારેડાથી ડેઝરને જોડતા રસ્તાના પ્રશ્ર્ન અંગે પણ રજુઆત કરાઈ હતી.