ગોધરાના બામરોલી રોડ આર્શીવાદ વિલામાં રહેતા ફરિયાદીને આરોપીઓએ તા.૦૩/૦૭/૨૦૨૫ થી ૦૮/૦૧/૨૦૨૬ દરમિયાન જઉ ઙફુ નામની એપ્લીકેશનમાં રૂ.૭,૭૭,૦૦૦/- તથા રૂ.૫,૦૦,૦૦૦/- નેટ બેન્કીંગ બે વ્યકિતના બેક એકાઉન્ટમાં ઓનલાઈન ભરાવી રોકાણ કરાવડાવ્યું હતું અને ભરેલ રૂપીયા તથા પ્રોફીટ નહી આપી છેતરપિંડી ઠગાઈ કરી હતી. આ અંગે સાયબર ક્રાઈમ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. આરોપીઓની ધરપકડ કરી આરોપીને કોર્ટમાં રજુ કરવામાં આવતા આરોપીઓના બે દિવસના રિમાન્ડ મંજુર કરવામાં આવ્યા છે.
ગોધરા બામરોલી રોડ આર્શીવાદ વિલામાં રહેતા ફરિયાદી અવનીબેન ફાલ્ગુનભાઈ પટેલને આરોપીઓએ તા.૦૩/૦૭/૨૦૨૫ થી ૦૮/૦૧/૨૦૨૬ના સમય દરમિયાન SD PAY નામની એપ્લીકેશનમાં રૂ.૭,૭૭,૦૦૦/- તથા રૂ.૫,૦૦,૦૦૦/- નેટ બેન્કીંગથી આરોપી નીશી સત્યનારાયણ પ્રસાદ (રહે. ૩,ડ્રીમલેન્ડ સોસાયટી, રાધનપુર રોડ, મહેસાણા) અને સોહિલ જીતેન્દ્રકુમાર મકવાણા (રહે. ૨૧, પારસ સોસાયટી, મહેસાણા)ની બેન્ક એકાઉન્ટમાં ઓનલાઈન ભરાવડાવી રોકાણ કરાવ્યું હતું. ભરેલ નાણાનું પ્રોફીટ તથા ભરેલા નાણાં પરત નહી આપી ઠગાઈ છેતરપિંડી કરી હતી. આ બાબતે સાયબર ક્રાઈમ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી અને આરોપીઓની ધરપકડ કરાઈ હતી અને આરોપીઓને પંચમહાલ જીલ્લા પ્રિન્સીપાલ ડીસ્ટ્રીકટ જજ એન્ડ સેશન્સ જજ એન.સી.રાવલની કોર્ટમાં રિમાન્ડ માટે રજુ કરવામાં આવ્યા હતા. જ્યાં સરકારી વકીલ રાકેશ એસ.ઠાકોરની દલીલોને ગ્રાહ્ય રાખી આરોપીઓના બે દિવસના રિમાન્ડ મંજુર કરવામાં આવ્યાછે.