જાહેર રસ્તાઓ પરના દબાણો સામે નગરપાલિકાની જાહેર નોટિસ; ઓટલા, શેડ, કેબિન સહિતના અવરોધો સ્વેચ્છાએ દૂર કરવા અલ્ટીમેટમ, હવે કાર્યવાહીનો વારો.
સંતરામપુર નગરના જાહેર રસ્તાઓ પરના દબાણો અને રસ્તાઓ પર ઊભા થતા અવરોધોને લઈને હવે નગરપાલિકા તંત્રએ કડકાઈનો રસ્તો અપનાવ્યો છે. જાહેર રસ્તાઓ પર મનસ્વી રીતે ઊભા કરાયેલા કાચા-પાકા દબાણો દૂર કરવા નગરપાલિકા દ્વારા સંબંધિત દબાણકર્તાઓને જાહેર નોટિસ પાઠવી માત્ર ત્રણ દિવસનું અલ્ટીમેટમ આપવામાં આવ્યું છે. ત્રણ દિવસમાં દબાણો સ્વેચ્છાએ દૂર નહીં થાય તો નગરપાલિકા તંત્ર દ્વારા દબાણો હટાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે અને કાર્યવાહીનો ખર્ચ પણ સંબંધિત દબાણકર્તાઓ પાસેથી વસૂલવામાં આવશે તેવી સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી છે.
નગરના જાહેર રસ્તાઓ પર ઓટલા, શેડ, કેબિન તેમજ અન્ય પ્રકારના કાચા-પાકા દબાણો ઊભા કરીને જાહેર અવરજવરને અવરોધવાની સ્થિતિ સામે નગરપાલિકા હવે સક્રિય બની છે. નગરપાલિકા દ્વારા પાઠવવામાં આવેલી નોટિસમાં રસ્તા ઉપરના તમામ પ્રકારના દબાણો ત્રણ દિવસમાં દૂર કરવા જણાવાયું છે. સમયમર્યાદા પૂર્ણ થયા બાદ તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવશે, ત્યારે દબાણકર્તાઓએ હવે નોટિસને ગંભીરતાથી લેવાનો સમય આવી ગયો છે.
નગરપાલિકાની જાહેર નોટિસમાં સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી છે કે નિર્ધારિત સમયમર્યાદામાં દબાણો દૂર કરવામાં નહીં આવે તો નગરપાલિકા અધિનિયમની જોગવાઈઓ હેઠળ દબાણો દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવશે. આ કામગીરી દરમિયાન થનારો ખર્ચ પણ દબાણકર્તાઓ પાસેથી વસૂલ કરવામાં આવશે. એટલે કે, હવે દબાણો જાળવી રાખીને તંત્રની સૂચનાને અવગણનારાઓ સામે કાયદેસરની કાર્યવાહીનો માર્ગ ખુલ્લો રહેશે.
સંતરામપુર નગરમાં જાહેર રસ્તાઓ ખુલ્લા રહે, નાગરિકોને અવરજવરમાં મુશ્કેલી ન પડે અને રસ્તાઓ ઉપરના અવરોધો દૂર થાય તે દિશામાં નગરપાલિકા દ્વારા જાહેર નોટિસ આપવામાં આવી છે. નગરપાલિકા પ્રમુખ નિશાબેન મોદી અને નગરપાલિકા તંત્રની આ કાર્યવાહી હવે માત્ર નોટિસ પૂરતી સીમિત રહે છે કે ખરેખર દબાણો દૂર કરવાની મેદાની કામગીરી હાથ ધરાય છે તે આગામી દિવસોમાં સ્પષ્ટ થશે.
ત્રણ દિવસનું અલ્ટીમેટમ પૂર્ણ થયા બાદ નગરના તમામ વિસ્તારોમાં દબાણો સામે સમાન અને નિષ્પક્ષ કાર્યવાહી થાય તેવી નગરજનોની અપેક્ષા છે. હવે નોટિસ બાદ તંત્રની કામગીરી જ તેની કડકાઈની સાચી કસોટી બની રહે