
પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના, પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના અને અટલ પેન્શન યોજના અંગે ગ્રામજનોને અપાઈ માહિતી.
ખાનપુર તાલુકાના લંભો ગામે સંતુપ્તિ અભિયાન અંતર્ગત બેંકિંગ યોજનાઓ અંગે જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. બેંક ઓફ બરોડા પાંડરવાડા, ભારતીય રિઝર્વ બેંક (RBI) તથા આરોહા ફાઉન્ડેશનના સહયોગથી ચાલી રહેલા પ્રોજેક્ટ અંતર્ગત યોજાયેલા આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ ગ્રામ્ય વિસ્તારના લોકોને બેંકિંગ સેવાઓ, કેવાયસી (KYC), સામાજિક સુરક્ષા માટેની વીમા યોજનાઓ તથા અટલ પેન્શન યોજના અંગે જાગૃત કરવાનો હતો.
કાર્યક્રમ દરમિયાન ખાનપુર તાલુકામાં અઋઈ તરીકે કાર્યરત હસમુખ બામણીયા દ્વારા પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના અને પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. તેમણે જણાવ્યું હતું કે માત્ર વાર્ષિક . ૪૫૬ના પ્રીમિયમમાં બંને યોજનાઓનો લાભ મેળવી કુલ . ૪ લાખ સુધીનું વીમા રક્ષણ મેળવી શકાય છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના અંતર્ગત વાર્ષિક માત્ર . ૨૦ના પ્રીમિયમથી ૧૮ થી ૭૦ વર્ષની વયજૂથના વ્યક્તિઓ જોડાઈ શકે છે. આ યોજના હેઠળ અકસ્માતમાં મૃત્યુ અથવા સંપૂર્ણ કાયમી અપંગતાના કિસ્સામાં . ૨ લાખનું વીમા રક્ષણ મળે છે.
જ્યારે પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના અંતર્ગત વાર્ષિક . ૪૩૬ના પ્રીમિયમથી ૧૮થી ૫૦ વર્ષની વયજૂથના વ્યક્તિઓ જોડાઈ શકે છે. આ યોજના હેઠળ કોઈપણ કારણસર વીમાધારકનું મૃત્યુ થાય તો વારસદારને . ૨ લાખનું વીમા કવચ મળે છે.
આ ઉપરાંત કાર્યક્રમમાં સાયબર ક્રાઇમ, ઓનલાઇન છેતરપિંડી, અજાણ્યા લિંક પર ક્લિક ન કરવા, ઘઝઙ તથા બેંકિંગની ગુપ્ત માહિતી કોઈની સાથે શેર ન કરવા અંગે પણ ગ્રામજનોને સાવચેત કરવામાં આવ્યા હતા.
કાર્યક્રમમાં બેંક ઓફ બરોડા પાંડરવાડા શાખા તરફથી ઉપસ્થિત બી.સી રાજેશભાઈ રાઠોડ દ્વારા અટલ પેન્શન યોજના અંગે માહિતી આપવામાં આવી હતી. તેમણે યોજનાના લાભો, પાત્રતા, યોગદાન અને વૃદ્ધાવસ્થામાં મળતા નિશ્ચિત પેન્શન અંગે સમજણ આપી હતી તેમજ વધુમાં વધુ લોકોને યોજનામાં જોડાવા અપીલ કરી હતી.