પંચમહાલ જિલ્લા સ્થાનિક સ્વરાજયની ચુંટણી માટે યોજાયેલ મતદાન શાંતિપુર્ણ માહોલમાં યોજાયુ

–જિલ્લા પંચાયતમાં ૬૯ ટકા મતદાન નોંધાયુ

–તાલુકા પંચાયતો માટે ૬૮.૮૫ ટકા મતદાન નોંધાયુ

–ગોધરા નગરપાલિકાનુ સવારે ૭ થી ૬ વાગ્યા સુધી ૬૩ ટકા મતદાન નોંધાયુ

–શહેરા નગરપાલિકામાં સવારે ૭ થી ૬ વાગ્યા સુધી ૭૪.૬૮ ટકા

પંચમહાલ જિલ્લા સ્થાનિક સ્વરાજયની જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને તાલુકા અને બે નગરપાલિકાઓની ચુંટણી માટે મતદાન યોજાયુ હતુ. વહેલી સવારે ૭ વાગ્યાથી મતદાન મથકો ઉપર મતદાન શ‚ થયુ હતુ. વહેલી સવારે મતદારો ઉત્સાહ સાથે મતદાન કરતા જોવા મળ્યા હતા. બપોર બાદ આકરી ગરમીને લઈ મતદારોની સંખ્યા ધટી હતી. મોડી સાંજે મતદારો ગરમી વચ્ચે પણ પણ મતદાન મથકો સુધી પહોંચ્યા હતા. જિલ્લા સ્થાનિક સ્વરાજયની ચુંટણીમાં જિલ્લા અને તાલુકા પંચાયતની ચુંટણી માટે સવારે ૭ થી ૫ વાગ્યા સુધી ૬૧.૦૭ નોંધાયુ છે. જયારે ગોધરા નગરપાલિકામાં ૫૫.૭૬ ટકા , શહેરા નગરપાલિકામાં ૬૫.૯૩ ટકા મતદાન નોંધાવવા પામ્યુ છે.

પંચમહાલ જિલ્લામાં સ્થાનિક સ્વરાજયની ચુંટણી માટે મતદાન યોજાયુ હતુ. જેમાં જિલ્લા પંચાયતની ૩૮ બેઠકો પૈકી ૩૧ બેઠકો અને તાલુકા પંચાયતોની કુલ ૧૭૪ બેઠકોમાંથી ૨૬ બેઠકો બિનહરીફ થતાં ૧૪૮ બેઠકો માટે મતદાન યોજાયુ હતુ. જયારે ગોધરા નગરપાલિકાની ૪૪ બેઠકો પૈકી ૪૦ બેઠકો માટે અને શહેરા નગરપાલિકાની ૨૮ બેઠકો પૈકી ૧૧ બેઠકો માટે મતદાન યોજાયુ હતુ. સ્થાનિક સ્વરાજયની ચુંટણી માટે વહેલી સવારે ૭ વાગ્યાથી શાંતિપુર્ણ માહોલ વચ્ચે મતદાન મથકો ઉપર મતદાન શ‚ થયુ હતુ. સ્થાીનક સ્વરાજયની ચુંટણીમાં સવારે ૭ થી ૧૨ વાગ્યા સુધી મતદારોએ ઉત્સાહપુર્વક મતદાન કરવા મતદાન મથકો ખાતે પહોંચ્યા હતા. બપોરના ૧૨ થી ૪ વાગ્યા સુધી આકરા તાપ અને ગરમીને કારણે મતદાન મથકો ઉપર મતદારોની સંખ્યા પાંખી જોવા મળી હતી. ૪ વાગ્યા પછી ગરમી વચ્ચે પણ મતદારો મતદાન મથકો સુધી પહોંચ્યા હતા.

પંચમહાલ જિલ્લામાં સ્થાનિક સ્વરાજયની ચુંટણીના મતદાનમાં કોઈ ઈચ્છનીય બનાવ વચ્ચે શાંતિપુર્ણ માહોલમાં મતદાન પુર્ણ થયુ હતુ. જિલ્લા સ્થાનિક સ્વરાજયની ચુંટણી શાંતિપુર્ણ માહોલમાં પુર્ણ થતાં જિલ્લા વહીવટી તંત્રએ રાહતનો શ્ર્વાસ લીધો હતો.

પંચમહાલ જિલ્લા સ્થાનિક સ્વરાજયની ચુંટણીમાં જિલ્લા અને તાલુકાની સવારે ૭ થી ૬ વાગ્યા સુધી મતદાનની ટકારવારી…

તાલુકા મતદાન ટકાવારી

મોરવા(હ)- ૬૫.૨૪ ટકા

શહેરા – ૫૯.૭૬ ટકા

હાલોલ- ૭૨.૧૬ ટકા

ગોધરા- ૬૧.૫૬ ટકા

જાંબુઘોડા- ૮૩.૩૨ ટકા

ઘોઘંબા- ૭૧.૦૦ ટકા

–કુલ મતદાન ટકાવારી-૬૯ ટકા