દે.બારીઆ નગરપાલિકામાં સ્વચ્છ ભારત મિશન અંતર્ગત લાખો-કરોડોના બિલો પાસ થઈ જાય છે. ટકાવાકીના આધારના અંતર્ગત સ્થળ પર કાર્ય દેખવા મળતા નથી. તેવુ શહેરીજનોમાં ત્રણ ગણા જોવા મળી રહ્યા છે. વોર્ડના સભ્યોના પાલિકાના કર્મીઓ સાંભળવા માટે તૈયાર નથી. દરેક વોર્ડમાં ગટરોમાં કાદવ-કિચડના જામ લાગેલા જોવા મળે છે. તે કોણ અને કયારે દુર કરશે…?તે યક્ષ પ્રશ્ર્ન છે.
પ્રાપ્ત માહિતી અનુસાર અનેક એજન્સીઓના ટેન્ડરો પાસ થઈ જાય છે. વચેટિયાઓના માધ્યમથી જેમાં બાંધ કાર્ય હોય કે સ્વચ્છતાં દરેક ટેન્ડરીંગમાં ટકાવારી તો હોય ને હોય છે…?તેના કારણે તમામ વિકાસના કામોમાં પારદર્શિતા જણાવાતી હોય તેવુ દેખવામાં આવતુ નથી. ડોર ટુ ડોર એજન્સીનો માલિક કોણ છે…?તે તેમાં કાર્ય કરનારને ખબર નથી. જયારે ડોર ટુ ડોરના કચરો કલેકશન કરાતા વાહનમાં ટાઈટલ સાઉન્ડનુ રેકોર્ડિંગ હાલમાં બંધહોવાથી કચરો નાંખનારાને ખબર હોતી નથી. તેથી સ્વચ્છતાં માટેનો ટાઈટલ સાઉન્ડ આમ જનતાને સંભળાય તેની રેકોર્ડિંગની ટેપ ચાલુ થાય તેવી માંગ ઉઠી છે.તેમજ સામે ચોમાસુ સીઝના બે-ત્રણ માનસ અગાઉ મોન્સુન માટે પ્રિ-મોન્સુનની કામગીરી હાથ ધરવાનો સમય આવી ચુકયો છે. તેવા સમયે વરસાદી કાંસો,ગંદા પાણીની તમામ ગટરો કાંસો અને વરસાદી કાંસોની સાફ સફાઈ માટે ગતિશીલ અને સંવેદનશીલ સરકાર કરોડોની ગ્રાન્ટના નામે કોઈપણ એજન્સીના કાર્યો કર્યા વગર બિલો ના બને તેવી તકેદારી કોણ રાખશે…? અને સ્વચ્છ ભારત મિશન સ્થળ ઉપર કાર્ય દેખી તપાસ બિલોને મંજુર કરવામાં આવે. હાલમાં આર.સી.રોડના કાર્યો અધુરા છે. તેના માટે કોણ જવાબદાર છે તેની તપાસ કોણ કરશે તે આવનારો સમય બનાવશે.