
પંચમહાલ જીલ્લા સહિત ગોધરામાં સતત બીજા દિવસે મેધરાજાએ મહેર કરી છે. વહેલી સવારથી વાદળછાયા વાતાવરણ વચ્ચ્ે મેધમહેર થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરીજવા પામી છે. સાથે ખેડુતો જે રસાદની રાહ જોઈ હ્યા હતા. તેવા ખેડુતોમાં આનંદ વ્યાપી જવા પામ્યો છે.
હવામાન વિભાગ દ્વારા પંચમહાલ જીલ્લા સહિત મધ્ય ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી હતી. તે મુજબ શનિવા અને રવિવારના રોજ વાદળછાયા વાતાવરણ વચચે મેધરાજાએ મન મૂકીને મેધમહેર કરી છે. સતત બીજા દિવસે મેધમહેરથી ખેતરોમાં સુકાઈ રહેલા ઉભા પાકોને જીવતદાન મળ્યું છે. છેલ્લા એક માસથી મેધ વિરામ બાદ મેધરાજાએ મહેર કરતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી છે. ખેડુતોએ મેધમહેરથી આનંદિત જોવા મળ્યા છે.
બોકસ: પંચમહાલ જીલ્લામાં ૧૩ સપ્ટેમ્બરના રોજ નોંધાયેલ વરસાદ…
શહેરા – ૩૦ મી.મી.
મોરવા(હ) – ૨૫ મી.મી.
ગોધરા – ૧૪ મી.મી.
કાલોલ – ૧૦ મી.મી.
ધોધંબા – ૨૩ મી.મી.
હાલોલ – ૦૬ મી.મી.
જાંબુધોડા – ૩૨ મી.મી.