પંચમહાલમાં ઓરેન્જ એલર્ટ: ભારેથી અતિભારે વરસાદની આગાહી:તંત્ર સ્ટેન્ડ બાય, કલેક્ટરની નાગરિકોને સાવચેતી રાખવા અપીલ

ભારતીય હવામાન વિભાગે પંચમહાલ જીલ્લા માટે ‘ઓરેન્જ એલર્ટ’ જાહેર કર્યું છે. આગાહી મુજબ, આજ રાતથી શનિવાર સવાર સુધી જીલ્લામાં ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવના છે. આ પરિસ્થિતિને પહોંચી વળવા માટે જીલ્લા કલેક્ટર અજય દહિયાના માર્ગદર્શન હેઠળ સમગ્ર જીલ્લા તંત્રને હાઈ એલર્ટ અને સ્ટેન્ડ બાય મોડ પર મૂકી દેવામાં આવ્યું છે.

બચાવ અને રાહત કામગીરીની પૂર્વ તૈયારીઓ અંગે કલેક્ટરે જણાવ્યું હતું કે, જીલ્લાના તમામ ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં સંબંધિત વિભાગોની ટીમો સક્રિય કરી દેવામાં આવી છે. આપત્તિ વ્યવસ્થાપન માટે પંચમહાલ જીલ્લામાં જઉછઋ ની બે અને ગઉછઋ ની એક ટીમ હાલ ફિલ્ડમાં તૈનાત છે.

ટીમો દ્વારા નીચાણવાળા અને પાણી ભરાવાની શક્યતા ધરાવતા વિસ્તારોની મુલાકાત લેવામાં આવી રહી છે. જ‚રિયાત મુજબ લોકોને અગાઉથી સલામત સ્થળે ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવશે, જેથી રાત્રિના સમયે રેસ્ક્યુ કામગીરીમાં કોઈ મુશ્કેલી ન પડે.

વધુમાં, જીલ્લા ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે ૨૪ કલાક વર્ગ-૧ અને વર્ગ-૨ ના અધિકારીઓની નિયુક્તિ કરવામાં આવી છે. તમામ તાલુકાઓમાં વર્ગ-૧ ના અધિકારીઓ હાજર રહી સ્થાનિક પરિસ્થિતિ પર સતત નજર રાખશે. પોલીસ વિભાગ, પંચાયત વિભાગ, નગરપાલિકા અને માર્ગ-મકાન (છઇ) વિભાગ સહિતના તમામ સરકારી તંત્રોને હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યા છે.

પાવાગઢ યાત્રાધામ અંગે કલેક્ટરએ મહત્વનો નિર્ણય જણાવ્યો કે, આવતીકાલે સવારે જો ભારે વરસાદ ચાલુ રહેશે, તો સ્થાનિક તંત્ર દ્વારા સલામતીના પગલા‚પે પગથિયાં (માર્ગ) બંધ કરવામાં આવશે. પરિસ્થિતિ સામાન્ય અને સુરક્ષિત જણાયા બાદ જ યાત્રાળુઓ માટે માર્ગ ફરી ખુલ્લો મૂકવામાં આવશે.

જીલ્લા કલેક્ટર અજય દહિયાએ નાગરિકોને અપીલ કરતા જણાવ્યું છે કે, ભારે વરસાદ દરમિયાન બિનજ‚રી ખુલ્લામાં નીકળવાનું ટાળવું. રસ્તા પર કે કોઝવે પર પાણી વહી રહ્યું હોય કે ઓવરટોપિંગ થતું હોય ત્યારે કોઈપણ પ્રકારનું જોખમ લેવું નહીં અને વાહન પસાર કરવાનો પ્રયાસ કરવો નહીં.