
ગોધરાના ગાયત્રી બાંકડા સિનિયર સિટીઝન ગ્રુપે આજરોજ જીલ્લા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર સુપરત કર્યું હતું. આ આવેદનપત્ર દ્વારા રેલવે ટિકિટમાં સિનિયર સિટીઝનને મળતી ૫૦% છૂટછાટ ફરી શ કરવાની માંગ કરવામાં આવી હતી.
ગ્રુપે જણાવ્યું હતું કે, સિનિયર સિટીઝનોને અગાઉ રેલવે ટિકિટમાં મળતી ૫૦% ક્ધસેશનની સુવિધા હાલમાં બંધ કરી દેવામાં આવી છે, જેના કારણે તેમને મુશ્કેલી પડી રહી છે. આ છૂટછાટ તાત્કાલિક ધોરણે પુન: શ કરવામાં આવે તેવી તેમની મુખ્ય માંગ છે.
આ અંગે કેન્દ્રના પ્રધાનમંત્રી, રાજ્યના મુખ્યમંત્રી, સ્થાનિક ધારાસભ્ય અને સંસદ સભ્યને પણ આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી છે. સિનિયર સિટીઝનોના હિતમાં વહેલી તકે યોગ્ય નિર્ણય લેવા ગ્રુપે અપીલ કરી છે.
ગાયત્રી ગ્રુપના સભ્યો એન.ડી. ઉપાધ્યાય, વિનાયક શુક્લ, ધવલ સોની અને મહેશ શેઠે ચીમકી ઉચ્ચારી હતી કે, જો સરકાર તેમની માંગણીઓ પર ધ્યાન નહીં આપે તો આગામી દિવસોમાં આંદોલન કરવામાં આવશે. અધિક કલેક્ટરને રજૂઆત કરતી વખતે મોટી સંખ્યામાં સિનિયર સિટીઝનો હાજર રહ્યા હતા.