
પંચમહાલ જીલ્લામાં વરસાદ ખેંચાતા ખેડૂતો ચિંતામાં મુકાયા હતા. ખેતરમાં રહેલ મકાઇ, ડાંગર સહિતના મુખ્ય પાકોને હાલ પાણીની સૌથી વધુ જરિયાત હોવાથી ખેડૂત પરિવાર આકાશ તરફ જોઈને મેઘરાજાને વરસવા માટે પ્રાર્થના કરી રહ્યા હતા.
પંચમહાલ જીલ્લામાં કુદરતની કડી ચાલ સામે જગતનો તાત લાચાર બની ગયો છે. ચોમાસાની શઆતમાં ઉત્સાહભેર વાવણી કર્યા બાદ હવે લાંબા સમયથી વરસાદે ખેંચાતા તાલુકામાં ખેતી પર મોટું સંકટ ઘેરાયું છે. મકાઈ, ડાંગર સહિતના મુખ્ય પાકોને હાલ પાણીની સૌથી વધુ જરૂરિયાત છે તેવા સમયે જ મેઘરાજાએ મોં ફેરવી લેતાં ખેડૂતો ભારે આર્થિક અને માનસિક ચિંતામાં મુકાઇ ગયા હતા.ચોમાસાની શઆતમાં પડેલા વરસાદને જોઈને તાલુકાના ખેડૂતોએ મોટી આશાઓ સાથે મકાઈ, ડાંગર સહિતના અન્ય પાકોની ખેતી કરી હતી. ખેતીમાં આ વખતે સા ઉત્પાદન થશે તેવી ગણતરી સાથે ખેડૂતોએ દેવું કરીને કે, જમા પૂંજી ઉપાડીને મોંઘા ભાવના બિયારણો ખરીદી કરી હતી અને ખેતરોમાં મકાઈ, ડાંગર તેમજ અન્ય શાકભાજી જેવા પાકોનું વાવેતર કર્યું હતું. પરંતુ હવે જ્યારે આ પાકને વિકાસ માટે પૂરતા પાણીની તાતી જરિયાત છે, ત્યારે જ વરસાદ ખેંચાતા ખેડૂતોની તમામ ગણતરીઓ ઊંધી પડી ગઈ છે. સામાન્ય રીતે ખેતીકામ માટે બહારના ખેત મજૂરોની મદદ લેવામાં આવતી હોય છે. પરંતુ સતત વધતી જતી મોંઘવારી અને ખેતીના વધી ગયેલા ખર્ચને લઈને અમુક ખેડૂતોએ આ વખતે મજૂરો રાખવાનું ટાળ્યું હતું. ખેતીનો ખર્ચ ઘટાડવાના ઉદ્દેશ્યથી ખેડૂત પરિવારો ખેતરના કામમાં જોતરાયા હતા. તેજ પાક આજે પાણીના અભાવે તેમની આંખો સામે મુરઝાઈ રહ્યો છે.ડાંગરનો પાક એવો છે, જેને વિપુલ પ્રમાણમાં પાણીની જર રહે છે, જ્યારે મકાઈના પાકને પણ યોગ્ય સમયે પાણી ન મળે તો દાણા ભરાતા નથી અને છોડ પીળો પડીને સુકાવા લાગે છે. વરસાદ ખેંચાતા વરસાદ આધારિત ખેતી કરતા ખેડૂતો કૂવાના સહારે હાલ પાણી મેળવી રહ્યા હોય એ પાણી પણ ખેતી માટે ઓછું પડતું હોવાથી ચિંતામાં મુકાયેલો ખેડૂત પરિવાર મેઘરાજાને મનાવવા આકાશ તરફ મીટ માંડી રહ્યો છે